કૂતરાને પ્રાર્થના શીખવતી મહિલાનો વીડિયો વાયરલ
નવી દિલ્હી: ઈન્ટરનેટ પર પશુ પક્ષીઓના વિડીયો લોકોને ખૂબ ગમે છે. આવા વિડીયો વાયરલ પણ તરત થઈ જાય છે. પશુ પક્ષીઓની ગમ્મતના વિડીયો તો લોકોને પસંદ પડે જ છે, પરંતુ તાજેતરમાં એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મહિલા ભોજન લેતા પહેલા પાલતુ કૂતરાને પ્રાર્થના કરતા શીખવી રહી છે. આ વિડીયો અનેક લોકોના મનમાં વસી ગયો છે.
આ વિડીયોને ટિ્વટર પર ૪૨,૦૦૦ વ્યૂ મળ્યા છે. આ વિડીયો વૈશાલી માથુર નામની યુવતીએ ટિ્વટર પર પોસ્ટ કર્યો છે. જેમાં લેબ્રાડોરના બે બચ્ચા જાેવા મળે છે. આ બચ્ચા યુવતીની બાજુમાં અને બંને પોતાના ભોજનના બાઉલની સામે બેઠા છે. આ વિડિયોમાં મહિલા બે હાથ જાેડીને પ્રાર્થના કરતી જાેવા મળે છે. બીજી તરફ મહિલાની પ્રાર્થના દરમિયાન બચ્ચા ધીરજથી જાેઈ રહ્યા છે. જેવી મહિલા પ્રાર્થના પૂરી કરે છે તે સાથે જ બચ્ચાઓ બાઉલ તરફ તૂટી પડે છે.
આ વિડીયો લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. આ બચ્ચાઓ દ્વારા રાખવામાં આવેલા ડિસિપ્લિનના વખાણ થાય છે. જ્યાં સુધી મહિલાએ પોતાની પ્રાર્થના પૂર્ણ ન કરી, ત્યાં સુધી બચ્ચાએ ધીરજપૂર્વક રાહ જાેઈ હતી. આ વિડીયો પોસ્ટ કરનાર વૈશાલીએ તેને હાર્ટ વોર્મિંગ ગણાવે છે. આ વિડીયો ક્લિપ તારીખ ૧ મેના રોજ વાયરલ થઇ હતી, જેમાં ૨૪૦૦ લાઇક મળી છે.
જ્યારે અનેક વખત રિટ્વીટ થયું છે. લોકો આ વિડીયોને ખૂબ વખાણી રહ્યા છે. બચ્ચાઓને પાડેલી ટેવના પણ લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પશુ પક્ષીઓ હંમેશા લોકોને અચંબિત કરી દે છે. લોકોની લાગણીઓ અને પ્રેમ પશુ પક્ષીઓ પર વર્ષે છે. ઘણી વખત ઘણી વખત પશુ-પક્ષીઓની હરકતો લોકોને માથું ખંજવાળવા મજબૂર કરી નાખે છે.
થોડા સમય પહેલા આવો જ એક વિડીયો સામે આવ્યો હતો, જ્યાં એક બિલાડીના બચ્ચાને કુતરા દ્વારા બચાવ કરવામાં આવ્યો હોવાનું જાેવા મળ્યું હતું. આ વિડીયોમાં જાેવા મળે છે કે, એક કૂતરો તેના ઘરના આગળના યાર્ડમાં પ્રવેશી રહ્યો છે. જેની પાછળ એક ત્યજી દેવાયેલા બિલાડીનું બચ્ચું છે. કિટ્ટીને તે ઘરની અંદર આવવાનું પ્રોત્સાહન આપે છે. કૂતરો કીટીને મદદ કરવા માટે ખૂબ ઉત્સુક જણાય છે. આ વિડીયોને ૪.૮ મિલિયન વ્યૂ અને ૧૩૮૦૦૦ લાઈક મળી છે.