કૂતરામાં જાેવા મળતો કોરોના માણસોમાં પણ જાેવા મળ્યો
નવી દિલ્હી: ગયા વર્ષે જ્યારે કોરોના વાયરસે ચીનના વુહાનમાં પહેલી વખત દેખા દીધી ત્યારે એવો દાવો કરાયો હતો કે, આ વાયરસ ચામાચિડિયાથી માણસોમાં ફેલાયો છે તો બીજાે દાવો એવો હતો કે વુહાનની લેબમાંથી તે માણસો સુધી પહોંચ્યો છે. જાેકે તેના પર કોઈ તારણ હજી તો નિકળ્યુ નથી પણ એક અન્ય લેટેસ્ટ રિસર્ચમાં હવે એવો ચોંકાવનારો દાવો કરાયો છે કે, કુતરાઓમાં જાેવા મળતો કોરોના વાયરસ ન્યૂમોનિયાના કેટલાક દર્દીઓમાં જાેવા મળ્યો છે.
જાે આ સંશોધનમાં થયેલા દાવા સાચા હોય તો આ આઠમો કોરોના વાયરસ છે જે જાનવરોથી માણસો સુધી પહોંચ્યો હોય આ પહેલા કોરોના પરિવારના સાત વાયરસ માણસોમાં બીમારી ફેલાવી ચુકયા છે. આ પૈકીના ચાર સાધારણ શરદી અને ખાંસીનુ કારણ બન્યા હતા. જ્યારે બીજા ત્રણ વાયરસે સાર્સ, મેર્સ અને કોરોના વાયરસ જેવી ગંભીર બીમારી ફેલાવી છે.
હવે કુતરાઓ થકી વાયરસ માણસોમાં ફેલાતો હોવાનો દાવો ક્લિનિકલ ઈન્ફેક્શિયસ ડિસિઝ નામની જર્નલમાં ગુરુવારે છપાયેલા એક રિસર્ચ આર્ટિકલમાં કરાયો છે. જેમાં સંશોધકોનુ કહેવુ છે કે, મલેશિયામાં ન્યૂમોનિયાના ૩૦૧ દર્દીઓની તપાસ કરવામાં આવી તો આઠ દર્દીઓમાં કેનાઈન કોરોના વાયરસ હોવાનુ બહાર આવ્યુ હતુ. આ માટે તેમના નાકમાંથી સ્વેબ થકી સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરાયુ હતુ.કેનાઈન કોરોના વાયરસ કુતરાઓમાં જાેવા મળે છે.જેમનામાં હવે આ વાયરસ જાેવા મળ્યો છે
તે પાંચ વર્ષથી નીચેના બાળકોમાં છે.આ વાયરસના લક્ષણો બિલાડીઓ અને સુઅરમાં જાેવા મળતા કોરોના વાયરસ જેવા જ છે. જાેકે તે કુતરાઓમાં જાેવા મળતા વાયરસ સાથે વધારે મળતો આવે છે. જાેકે રિસર્ચમાં એ વાતનો ખુલાસો નથી કરાયો કે આ વાયરસ માણસોને બીમારી પાડી શકે કે નહીં.