કૂતુબ મિનારની મસ્જિદમાં નમાઝ પરનો પ્રતિબંધ યથાવત

નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટની અવકાશ પીઠે કુતુબ મિનાર પરિસરમાં સ્થિત મસ્જિદમાં નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકતા એએસઆઈના આદેશને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા દિવસોમાં કુતુબ મીનાર પરિસરમાં સ્થિત મસ્જિદમાં નમાજ પઢવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવા માટે એક વકીલે દિલ્હી હાઈકોર્ટની મદદ માગી છે.
કુતુબ મીનાર પરિસરમાં હાજર મસ્જિદમાં નમાજ પઢવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના એએસઆઈના ર્નિણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં એક વકીલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ વક્ફ બોર્ડની સંપત્તિ છે અને અહીં ઘણા સમયથી નમાજ પઢવામાં આવી રહી છે. તેમ છતાં ૧૫ મે ના રોજ અચાનક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઈએ ત્યાં નમાજ પઢવા પર રોક લગાવી દીધી હતી.
જાેકે, આ અરજી પર તે સમયે પણ હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવા માટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, અમે આજે સુનાવણી માટે અરજીને લિસ્ટ નહીં કરી શકીએ. જાે તમે ગરમીની રજા દરમિયાન સુનાવણી ઈચ્છો છો તો રજિસ્ટાર સામે પોતાની વાત મૂકો. ત્યારબાદ અવકાશ પીઠ પાસે આ અરજી પહોંચી હતી પરંતુ કોર્ટે તેના પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.
છેલ્લા દિવસોમાં કુતુબ મીનાર પરિસરમાં હિન્દુ અને જૈન દેવતાઓની મૂર્તિઓની પુનઃસ્થાપના કરવાની માંગ વચ્ચે દિલ્હી વક્ફ બોર્ડે દાવો કર્યો છે કે, અહીં કુતુબ મીનાર પરિસરની મસ્જિદમાં નમાજ પહેલાથી જ થાય છે પરંતુ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તેના પર રોક લગાવી હતી. બોર્ડે આ મસ્જિદમાં નમાજની અનુમતિ આપવાની માંગ કરી હતી.
આ અગાઉ એએસઆઈએ દિલ્હીની કોર્ટમાં તે અરજીનો વિરોધ કર્યો હતો જેમાં હિન્દુ અને જૈન દેવતાઓની મૂર્તિઓનું કુતુબ મીનાર પરિસરમાં ફરીથી સ્થાપના કરવાની માંગ કરી હતી. દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અમાનતુલ્લા ખાને ગયા અઠવાડિયે એએસઆઈના મહાનિર્દેશકને લખેલા પત્રમાં વિનંતી કરી હતી કે પરિસરમાં સ્થિત પ્રાચીન ‘કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ’માં નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવે.
પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે એએસઆઈએ તેને નમાજ અદા કરતા અટકાવ્યા છે. ખાને પત્રમાં લખ્યું છે કે, મુસ્લિમો મસ્જિદમાં પાંચ સમયની નમાજ પઢે છે. આ પરંપરા શરૂઆતથી જ કોઈપણ અવરોધ અને અડચણ વિના ચાલુ રહી હતી.SS2KP