Western Times News

Gujarati News

કૃતિ સેનન અમિતાભના એપાર્ટમેન્ટમાં રહેવા જશે

મુંબઈ, પાછલા ઘણાં દિવસોથી એવી વાત જાણવા મળી હતી કે બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન પોતાના માટે એક ઘર શોધી રહી છે અને હવે તેની આ શોધ પૂરી થઈ ગઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કૃતિ સેનનને આખરે ઘર મળી ગયું છે. અને કૃતિએ પોતાના માટે કોઈ સામાન્ય ઘર પસંદ નથી કર્યું, તે હવે જે ઘરમાં શિફ્ટ થવાની છે તે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું છે.

પિંકવિલાના રિપોર્ટ અનુસાર, કૃતિ સેનને અંધેરીમાં રેન્ટ પર અપાર્ટમેન્ટ લીધું છે, જે અમિતાભ બચ્ચનના નામે છે. આ રિપોર્ટમાં સૂત્રોના માધ્યમથી જાણકારી આપવામાં આવી છે કે, અમિતાભનું આ અપાર્ટમેન્ટ ડુપ્લેક્સ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કૃતિને આ ઘર ઘણું પસંદ આવ્યું છે, અને ટુંક જ સમયમાં તે આ ઘરમાં શિફ્ટ થવાની યોજના બનાવી રહી છે.

રિપોર્ટ અનુસાર, કૃતિને આ ઘર જાેતાની સાથે જ પસંદ આવી ગયુ હતું. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કૃતિ સેસનન સાથે ડાન્સની તસવીરો શેર કરી હતી. આ તસવીરોની સાથે સાથે તેમણે લખ્યુ હતું કે, સુંદર કૃતિ સેનન સાથે બોલરુમ ડાન્સ..કોલેજ અને કલકત્તામાં પસાર કરેલા જૂના દિવસોની યાદ આવી ગઈ. ટુંક જ સમયમાં કૃતિ સેનન અમિતાભ બચ્ચનના શૉ કૌન બનેગા કરોડપતિમાં હોટસીટ પર જાેવા મળશે. શૉમાં કૃતિ સેનનની સાથે રાજકુમાર રાવ પણ હાજર હશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમિતાભ બચ્ચને જુહુ સ્થિત પોતાની પોપર્ટી પણ ભાડા પર આપી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર બચ્ચન પરિવારે જુહૂ વાળા બંગલા અમ્મુ અને વત્સના ગ્રાઉન્ડ ફ્લોરને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને ભાડે આપ્યો છે.

૧૫ વર્ષ માટે લીઝ પર આપેલી આ જગ્યાને કારણે અમિતાભ અને અભિષેકને મોટી રકમ મળવાની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ પ્રોપર્ટી ૧૫ વર્ષ માટે ભાડે લેવામાં આવી છે. જેનું બેંક દ્વારા દર મહિને ૧૮.૯ લાખ રુપિયા ભાડું ચૂકવવામાં આવશે. દર પાંચ વર્ષે ભાડામાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવશે. અભિષેક બચ્ચન તેમજ એસબીઆઈએ આ અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

સૂત્રોનું માનીએ તો, બેંકે ૨.૨૬ કરોડ રુપિયા સિક્યોરિટી ડિપોઝિટ પણ ચૂકવી દીધી છે. આ ભાડાં કરાર ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ કરવામાં આવ્યો હતો. જે પ્રોપર્ટી ભાડે લેવાઈ છે, ત્યાં એસબીઆઈ પોતાની બ્રાંચ ખોલવાની છે. અગાઉ આ જગ્યાએ સિટી બેંકની બ્રાંચ આવેલી હતી. જાેકે, હાલમાં જ તેને ખાલી કરી દેવાઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.