“કૃષિક્ષેત્રે નવીન ક્રાંતિનો ઉદય થયો છે”: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
તાજેતરમાં ખેડૂતોને કુદરતી આપદા સમયે રાજય સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર થઈ છે. જેમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેડૂતો અને ખેત મજૂરો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજના હેઠળ મીડિયમ સાઇજ ગુડ્સ કેરેજ વ્હીકલ ખરીદવા માટે સહાય આપવાની નવી યોજના હેઠળ ખેડુત લાભાર્થીઓને મંજુરીના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ધોળકા ધંધુકા અને ધોલેરા તાલુકાના ૧૦૦ જેટલાં ખેડૂતો માટે આજે સાત પગલાં અંતગર્ત પ્રાર્ંભ થયેલ કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાના લાભાર્થીઓને મંજુરીના હુકમોનુ વિતરણ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સાત પગલાં ખેડૂત કલ્યાણનો શુભારંભ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી કરાવ્યો હતો.
“રાજ્ય સરકાર ખેડૂતલક્ષી સરકાર છે. સરકાર દ્વારા ખેડૂતો માટે વાવણીથી લઈને વેચાણ સુધીની અનેક યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેમ જણાવતાં મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે. નાનામાં નાના સીમાંત ખેડૂતને પણ યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે. કિસાન હિતમાં મહત્ત્વની યોજના, કિસાન કલ્યાણના સંદર્ભમાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે.”
મંત્રીશ્રી એ વધુમા જણાવ્યું હતું કે ” રાજ્ય સરકાર જગતના તાત સાથે સતત જોડાયેલ છે.આ બંને યોજનાનો લાભ ખેડૂતોને મળવાથી કૃષિ ઉત્પાદન સંગ્રહ અને પરિવહન સરળતાથી થશે અને સમય તથા નાણાનો બચાવ થશે.” આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી ધોળકા, સંયુક્ત બાગાયત નિયામક-ગાંધીનગર, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગના ચેરમેનશ્રી, ધોળકા નગરપાલિકા અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી,ધોળકા તાલુકાના પૂર્વ ધારાસભ્ય તથા ત્રણેય તાલુકાના ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.