કૃષિમંત્રીએ ખેડૂત ભાઇ બહેનોને પત્ર લખી પોતાની ભાવનાઓ પ્રગટ કરી છે ઃ મોદી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના નામે લખેલા પત્રને વાંચવાની અપીલ કરી છે મોદીએ કહ્યું કે કૃષિ મંત્રીના પત્રમાં ખેડૂતોને લઇને તેમની ભાવનાઓ વ્યકત કરવામાં આવી છે મોદીએ ટ્વીટ કર્યું કે કૃષિ મંત્રીએ ખેડૂત ભાઇ બહેનોને પત્ર લખી પોતાની ભાવનાઓ પ્રગટ કરી છે એક વિનમ્ર સંવાદ કરવાનો પ્રયાસ કર્યો છે તમામ અન્નદાતાઓને મારી વિનંતી છે કે તેઓ તેને ચોક્કસ વાંચે દેશવાસીઓને આગ્રહ છે કે તેઓ તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે.
ખેડૂતોના નામે લખેલા પત્રમાં કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું છે કે ત્રણ કૃષિ સુધારા કાયદા ભારતીય કૃષિમાં નવા અધ્યાયનો પાયો બનશે ખેડૂતોને વધુ સ્વતંત્ર કરશે સશક્ત કરશે તોમરે દિલ્હીની વિવિધ સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને આગ્રહ કર્યો કે તેઓ રાજકીય સ્વાર્થ માટે ત્રણ કૃષિ કાયદાની વિરૂધ્ધ ફેલાવવામાં આવેલી રહેલા ભ્રમથી બચો તેઓએ આરોપ લગાવ્યો કે સરકાર અને ખેડૂતોની વચ્ચે જુઠની દિવાલ ઉભી કરવાનું કાવતરૂ ધડવામાં આવી રહ્યું છે.
કૃષિમંત્રીએ પત્રમાં લખ્યું કે દેશના ઘણા ભાગોમાં ઘણા ખેડૂત સંગઠનોએ કૃષિ સુધારા કાયદાનું સ્વાગત કર્યું છે અને તે આ કાનુન દ્વારા લાભ પણ ઉઠાવી રહ્યાં છે આ કાનુનનોને લઇને કેટલાક ખેડૂત સંગઠનોમાં ભ્રમ ઉભો કરવામાં આવ્યો છેે.જાે કે કૃષિ મંત્રી હોવાને કારણે એ મારી ફરજ છે કે તે ખેડૂતોની શંકાઓનું સમાધાન કરે કૃષિ મંત્રીએ કહ્યું કે નવો કાયદો લાગુ થયા પછી આ વખતે એમેસપી પર સરકારી ખરીદીના છેલ્લા બધા રેકોર્ડ તુટી ગયા છે આમ છતાં પણ કેટલાક લોકો ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે કે એમએસપી બંધ કરી દેવામાં આવશે.
કૃષિ મંત્રીએ પોતાના પત્રમાં કૃષિ સુધાર કાનુનોને લઇને ફેલાવવામાં આવી રહેલા જુઠનો જવાબ પણ આપ્યો છે તેમણે આરોપ લગાવ્યો કે રાજનીતિક સ્વાર્થની પ્રેરિત થઇને ખેડૂતોને ખોટું જણાવવામાં આવી રહ્યું છે અને કાનુનને લઇને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા છ હજાર રૂપિયા વાર્ષિક આપવાનો હેતુ છે કે દે દેવું ના કરે આ સાથે પાક વીમા યોજનાના પણ ફાયદા ગણાવ્યા હતાં નરેન્દ્રસિંહ તોમરે પોતાના પત્રમાં કહ્યું કે એપીએમસી ચાલુ છે અને ચાલુ રહેશે એપીએમસીને વધારે મજબુત બનાવવામાં આવી રહી છે આ સાથે ખુલ્લા બજારમાં પણ પાકને સારી કિંમત પર વેચવાનો વિકલ્પ મળશે.HS