કૃષિ કાનુનોની વિરૂધ્ધ કેરલ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ
તિરૂવનંતપુરમ, કેરલની પિનરાઇ વિજયન સરકારે કેન્દ્ર સરકાર દ્વારા પસાર ત્રણ કૃષિ કાનુનોની વિરૂધ્ધ વિધાનસભાના વિશેષ સત્ર બોલાવ્યું છે સત્રમાં મુખ્યમંત્રીએ કૃષિ કાનુનોની વિરૂધ્ધ પ્રસ્તાવ રજુ કર્યો આ પ્રસ્તાવને કોગ્રેસ સહિત વરોધ પક્ષોએ પોતાનું સમર્થન આપ્યું વિધાનસભામાં પ્રસ્તાવ પસાર થયા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે કિસાનોની વાસ્તવિક ચિંતાઓને દુર કરવી જાેઇએ અને કેન્દ્રે ત્રણ કૃષિ કાનુનોને પાછા લેવા જાેઇએ.
આ પહેલા પ્રસ્તાવ રજુ કરતા રાજયના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કહ્યું કે વર્તમાન સ્થિતિ એ સ્પષ્ટ કરે છે કે જાે કિસાનોનું આંદોલન ચાલુ રહ્યું તો તે કેરલને ગંભીર રીતે પ્રભાવિત કરશે આ વાતમાં કોઇ શંકા નથી કે જાે અન્ય રાજયોથી ખાદ્ય પદાર્થોનો પુરવઠો બંધ થઇ જાય છે તો કેરલમાં ભુખમરી થઇ જશે.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે દેશ એક મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહ્યો છે આંદોલનકારી કિસાનોની સાથે ઉભા રહેવું રાજય સરકારનું કર્તવ્ય છે પ્રસ્તાવમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આંદોલન ખરાબ હવામાન વચ્ચે થઇ રહ્યું છે મુખ્યમંત્રીએ કહ્યું કે ત્રણેય કાનુનો ફકત મોટા કોર્પોરેટ ધરાનાની મદદ કરશે.
કોંગ્રેસ અને અન્ય તમામ પક્ષોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું કોંગ્રેસના ઉપનેતા કે સી જાેસેફે ગૃહ બોલાવવાની મંજુરી આપવામાં વિલંબ માટે રાજયપાલ આરિફ મોહમ્મદ ખાનની ટીકા કરી ભાજપના એક માત્ર ધારાસભ્ય ઓ રાજગોપાલે પણ સત્રમાં ભાગ લીધો હતો કૃષિ કાનુનના વિરૂધ્ધ પ્રસ્તાવ રજુ કરવા માટે આ એક દિવસનું વિશેષ સત્ર બોલાવાયુ હતું.HS