કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Rakesh-Tikait.jpg)
ટિકૈતનો હુંકાર, આવ્યા છીએ તો કેસ ઉકેલીને જ જઈશું -હિસારમાં કમિશનર ઓફિસને ઘેરાવ માટે ખેડૂતો એકઠા થયા, પોલીસનો બંદોબસ્ત, ૨૬ ડેપ્યુટી મેડિસ્ટ્રેટ તૈનાત
નવી દિલ્હી, હિસાર ખાતે કમિશનર ઓફિસનો ઘેરાવો કરવા માટે ખેડૂતો ક્રાંતિમાન પાર્કમાં એકઠા થવા શરૂ થઈ ગયા હતા. જિંદ ખાતેથી આવનારા ખેડૂતો બરવાલા થઈને બાડો પટ્ટી ટોલ ખાતે એકત્રિત થયા હતા. રોહતક, દાદરી અને હાંસી બાજુથી આવનારા ખેડૂતો રામાયણ ટોલ પ્લાઝા ખાતે એકઠા થયા હતા.
ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ રામાયણ ટોલ ખાતે પહોંચી ચુક્યા હતા. આ દરમિયાન ટિકૈતે આવી ગયા છીએ તો કેસ ઉકેલીને જ જઈશું, આમનું ભવિષ્યનું મગજ પણ ઠીક કરીશું તે અર્થનું નિવેદન આપ્યું હતું. સિરસા, ફતેહાબાદ ખાતેથી આવનારા ખેડૂતો લાંધડી ટોલ પ્લાઝા ખાતે એકત્રિત થઈને ચાલી રહ્યા છે.
લોહારૂ, બહલ તરફથી આવનારા ખેડૂતો ચૌધરીવાસ ટોલ ખાતે એકઠા થયા છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. પોલીસે ક્રાંતિમાન ચોકથી લઈને લઘુ સચિવાલય સુધી ૩ નાકા લગાવ્યા છે. લઘુ સચિવાયલ બહાર ૩ લેયર સિક્યોરિટી લગાવવામાં આવી છે.
પ્રશાસને ૨૬ ડ્યુટી મેજિસ્ટ્રેટ તૈનાત કર્યા છે અને ૧૬ ડ્યુટી મેજિસ્ટ્રેટ રિઝર્વ રાખવામાં આવ્યા છે. તમામને અલગ-અલગ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. રેપિડ એક્શન ફોર્સ, હરિયાણા આર્મ્ડ પોલીસ સિવાય ૭ જિલ્લાની પોલીસ તૈનાત કરવામાં આવી છે જેમાં આશરે ૪,૦૦૦થી વધારે પોલીસકર્મીઓ છે.
જિલ્લા પ્રશાસને આંદોલનમાં સામેલ ખેડૂતોને ફરી એક વખત વાતચીત માટેનું આમંત્રણ આપ્યું છે. જાે કે, ખેડૂત સભાના જિલ્લા પ્રેસ સચિવના કહેવા પ્રમાણે તેમને વાતચીત માટે આમંત્રણ આપનારાઓ પાસે કોઈ સત્તા નથી માટે તેઓ ફક્ત કમિશનર સાથે જ વાત કરશે.