કૃષિ કાયદાને રદ કરવા સિવાય જાે કોઈ વિકલ્પ હોય તો અમે ચર્ચા માટે તૈયારઃ કૃષિ મંત્રી
ગ્વાલિયર: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કૃષિ કાયદાઓના મુદ્દે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે જાે ખેડૂત સંગઠન કૃષિ કાયદાને રદ કરવાના બદલે તેનો કોઈ વિકલ્પ આપવા માંગતો હોય તો અમે વાતચીત માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદા અંગે વાતચીત થઈ ચૂકી છે પરંતુ બંને વચ્ચે કોઈ સંમતિ થઈ શકી નથી.
ખેડૂત સંગઠન જ્યાં એક તરફ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ કેન્દ્ર સરકાર તેને પાછો લેવાના ર્નિણય પર અડગ છે. કૃષિ કાયદા વિશે ખેડૂત સંગઠન છેલ્લા લગભગ ૬ મહિનાથી દિલ્લીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ પીએમ મોદીને પત્ર લખીને કૃષિ કાયદા મુદ્દે વાતચીત કરવા માટે કહ્યુ હતુ.
કૃષિ કાયદાને રદ કરવા અંગે લાંબા સમયથી દિલ્લીની બૉર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલનને તેજ કરવાની રણનીતિ પર ચર્ચા કરવા માટે ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે કોલકત્તામાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે પણ મુલાકાત કરશે.ખેડૂત સંગઠનોને ડર છે
આ કૃષિ કાયદાઓ દ્વારા કેન્દ્ર સરકાર મોટી કંપનીઓના ભારત આવવાના માર્ગને મોકળો બનાવી રહી છે જે નાના ખેડૂતો માટે મોતની ઘંટીની જેમ હશે. કૃષિ મંત્રીએ સરસિયાના તેલના વધતા ભાવો વિશે કહ્યુ કે સરસિયાના તેલની કિંમતો વધી ગઈ છે કારણકે સરકારે શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેલમાં મિલાવટ બંધ કરી દીધી છે. આ ર્નિણયથી ખેડૂતોને ફાયદો થશે. તેમણે આગળ કહ્યુ કે ખાદ્ય તેલની કિંમતો પર સરકારની નજર છે.