કૃષિ કાયદા મુદ્દા પર વાતચીત ફરી શરૂ ખેડૂતોની મોદીને અપીલ
નવીદિલ્હી: ખેડૂતોના સંગઠને હાલમાં દિલ્હીની સીમાઓ પર તેમના પ્રદર્શનના ૬ મહિના પૂરા થવાના અવસરે ૨૬મેના રોજ કાળો દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. આ સાથે કૃષિ કાયદાને લઈને વાતચીત માટે પીએમ મોદીને પત્ર પમ લખ્યો છે.
સંયુક્ત કિસાન મોર્ચાએ પીએમ મોદીને પત્ર લખીને ૩ કૃષિ કાયદા પર ફરીથી વાત શરૂ કરવાનો આગ્રહ કર્યો છે. ગયા વર્ષે નવેમ્બરથી દિલ્હીની સીમાઓ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો અને સરકારની વચ્ચે અનેક વાર વાતચીત થઈ છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી.
મોર્ચાની તરફથી શુક્રવારે કહેવાયું કે તેઓએ સરકારે ખેડૂતો સાથે ફરી વાતચીત શરૂ કરવી જાેઈએ. એસકેએમના એક નિવેદનમાં કહેવાયું છે કે સંયુક્ત કિસાન મોર્ચાએ પીએમ મોદીને વાતચીત ફરી શરૂ કરવા અનુરોધ કરતો પત્ર લખ્યો છે. જેમાં ખેડૂત આંદોલનના અનેક પાસા અને સરકારના અહંકારી વલણનો ઉલ્લેખ છે. તેઓએ કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂતો ઈચ્છતા નથી કે કોઈ મહામારીની ઝપેટમાં આવે. સંઘર્ષને પણ છોડી શકે તેમ નથી કેમકે આ જીવન અને મૃત્યુનો સવાલ છે અને સાથે આવનારી પેઢીનો પણ.
પત્રમાં એમ પણ કહેવાયું છે કે કોઈ પણ લોકતાંત્રિક સરકાર આ ૩ કાયદાને નિરસ્ત કરે છે જેને ખેડૂતોએ નકારી દીધા છે. જેના નામ પર આ બન્યા છે અને તેનો ઉપયોગ દરેક ખેડૂતોને એમએસપી પર કાયદાની ગેરેંટી માટે કરે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રની સરકારે આગેવાનના રૂપમાં, ખેડૂતોની સાથે એક ગંભીર અને ઈમાનદાર વાતચીતને ફરીથી શરૂ કરવાની જવાબદારી તેમના પર છોડી છે.
ખેડૂતોના સંગઠને હાલમાં દિલ્હીની સીમાઓ પર તેમના પ્રદર્શનના ૬ મહિના પૂરા થવાના દિવસે ૨૬મેના રોજ કાળા દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલે વિવાદાસ્પદ કૃષિ કાયદાના વિરોધમાં ૨૬મેના રોજ પોતાના ઘર, વાહનો અને દુકાનો પર કાળા ઝંડા લહેરાવવાની અપીલ કરી છે.