કૃષિ ધિરાણમાં ૧૦ ટકાથી વધુનો વધારો થયેલ હોય તેવી સહકારી મંડળીઓ પાસેથી દરખાસ્ત મંગાવાઇ
અમદાવાદ જિલ્લાની પ્રાથમિક કૃષિ વિષયક ખેડૂતોને ધિરાણ આપતી સહકારી મંડળીઓ કે જે પાંચ વર્ષથી ધિરાણ કરતી હોય, જે ટૂંકી મુદત અને મધ્યમ મુદતમાં કરેલ કુલ ધિરાણ, એવરેજ ધિરાણની ઢાંચા મુજબ ૧૦ ટકા થી વધારો થયેલ હોય તેઓને દરખાસ્ત કરવા જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.
અમદાવાદ જિલ્લાની ખેતી વિષયક ધિરાણ કરતી પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીઓને જાણ કરવામાં આવે છે કે, ટૂંકી મુદત અને મધ્યમ મુદતનું ખેતી વિષયક ધિરાણ વસૂલાત અને થાપણ વધારવા નાણાંકીય સહાય આપવાની યોજના ( સી.ઓ.પીઃ ૫) રાજ્ય સરકાર દ્વારા અમલમાં છે. જે માટે પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ કરતી સેવા મંડળીઓ કે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કરતી હોય,
વસૂલાત નિયમિત કરતી હોય, તેમજ પાછલાં ત્રણ વર્ષમાં ( ૧૬-૧૭,૧૭-૧૮,૧૮-૧૯) કરેલ ટૂંકી મુદત અને મધ્યમ મુદતનું કરેલ કુલ ધિરાણના વાર્ષિક એવરેજ ધિરાણ/ વસૂલાત/ થાપણની યોજનાના ઢાંચા મુજબ વર્ષ ૧૯-૨૦ માં ૧૦ ટકા થી વધુ વધારો થયેલ હોય, તો દરખાસ્ત રજૂ કરવા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ (રૂરલ) અમદાવાદ, જનરલ કો. ઓપરેટિવ બેંક , ૧૦/ શ્રી સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા ક્રોસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ ખાતે સંપર્ક કરવા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (ગ્રામ્ય) અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.