કૃષિ પેદાશોની MSP રાજ્યો પ્રમાણે નક્કી થાય એવી સંભાવના

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ખેડૂતોને એમએસપી (મીનીમમ સપોર્ટ પ્રાઈસ) ને લઈને તાજેતરમાં જ નવીદિલ્હી ખાતે કિસાન સંઘના નેંતૃત્વ હેઠળ એક બેઠક યોજાઈ હતી. જેમાં જુદા જુદા રાજ્યોમાંથી આવેલા ખેડૂત આગેવાનો, હોદ્દેદારો પાસેથી મંતવ્યો મેળવવામાં આવ્યા હતા. જાેકે એમએસપીને લઈને કોઈ ચોક્કસ નીતિગત નિર્ણય લેવાયો નહોતો.
પરંતુ આગામી ીદવસોમાં એક સમિતિનું ગઠન કરીને કેન્દ્રમાં રજુઆત કરવાનું નક્કી કરાયુ હતુ. જાે કે એમએસપી અલગ અલગ રાજયોમાં ઉત્પાદનની સ્થિતિને લઈને નક્કી કરાતી હોવાથી આ અંગે પણ દેરેકે વિચારો વ્યક્ત કર્યા હતા. પરંતુ આગામી દિવસોમાં દેશના જુદા જુદા રાજયોમાં ઉત્પાદનની સ્થિતિ પ્રમાણે એમએસપી નક્કી એમ મનાય છે.
બેઠકમાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થાય તેના પર વિશેષ ભાર મુક્યો હતો. અમુક વિસ્તારોમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને નવા પાકના ઉત્પાદન તરફ વળ્યા છે. તેમાં તેઓને સફળતા પણ મળી છે. દક્ષિણ ગુજરાતમાં કિસાનો સફરજનની ખેતી તરફ વળ્યા છે એ સૂચક છે.
એમએસપીનો મુદ્દો જટીલ હોવાથી તેનો ઝડપથી ઉકેલ આવે એવી કોઈ શક્યતા નથી. અને તેથી જ કિસાન આગેવાનોએ એક કમિટી બનાવવાનું નક્કી કર્યુ છે. આ કમિટિના સભ્યો કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીને એમએસપીના મુદ્દાનો ઉકેલ લાવવા બેઠકો યોજશે. એમએસપીને લઈને ઝડપથી ઉકેલ આવવાની શક્યતા નહીં હોવાની વાતનો ઉલ્લેખ થયો હતો. તબક્કાવાર બેઠકો યોજાયા પછી નિર્ણય આવશે એમ મનાય છે.
દિલ્હી ખાતે કિસાન આગેવાનો-હોદ્દેદારોની બેઠકમાં અલગ અલગ મંતવ્યો રજુ થયા