કૃષિ બિલની વિરૂધ્ધ પંજાબ સરકારના પસાર પ્રસ્તાવ પર કેન્દ્ર વિચાર કરશે: તોમર
ગ્વાલિયર, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કેન્દ્ર સરકાર કૃષિ બિલની વિરૂધ્ધ પંજાબ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ પર વિચાર કરશે અમે કિસાનોના હિતમાં નિર્ણય લઇશું.આ વાત તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહી હતી તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કિસાનોના લાભ માટે કૃષિ કાનુન લઇ આવી છે.
કિસાન બિલનું પરિણામ સારૂ આવનાર છે પરંતુ કોંગ્રેસના લોકો જે કામ પોતાના કાર્યકાળમાં કરવા ઇચ્છતા હતાં તે નહીં કરી શકયા નહીં તે કામ મોદી સરકારે કરીને બતાવ્યું છે તો તેના પેટમાં દર્દ થઇ રહ્યું છે. જે સુધારોનો કોંગ્રેસ પોતાના ઘોષણા પત્રમાં ઉલ્લેખ કરે છે તે જયારે થઇ જાય છે તો વિરોધ કરે છે.
તોમરે કહ્યું કે સમગ્ર રીતે ખેતીના સ્વરૂપને બદલવાની જરૂરત છે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં તે પ્રયાસ થઇ રહ્યો છે જે ખેતીના પાયાને સ્થાયી રીતે મજબુત કરશે કિસાન મોંધા પાક તરફ જાય ટેકનીકથી જાેડાય,તેમે પાકના યોગ્ય મૂલ્યો મળે તેની ખુબ જરૂરત છે ખાતર અને યુરિયાને લઇ પહેલા ખુબ મુશ્કેલી હતી પરંતુ હવે આ સમસ્યા ઓછી થઇ ચુકી છે.
એ યાદ રહે કે ગઇકાલે પંજાબ વિધાનસભામાં કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનુનોને પંજાબમાં નિષ્પ્રભાવી કરવા માટે ત્રણ બિલ રજુ કરવામાં આવ્યા હતાં જેને વિધાનસભાએ સર્વસમ્મતિથી પાસ કરી દીધા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કૃષિ કાનુનોને પાછા લે તે આ સંબંધમાં કેન્દ્રને ત્રણ પત્ર પણ લખી ચુકયા છે. પંજાબ વિધાનસભામાં કેન્દ્રના કૃષિ કાનુનોને નિષ્પ્રભાવ કરવા માટે એક સાથે એક પ્રસ્તાવ અને ત્રણ બિલ રજુ કરવામાં આવ્યા હતાં. કેન્દ્રના ત્રણ કૃષિ કાનુનોના પ્રભાવને રાજયમાં રોકવા માટે પંજાબ સરકારે જે ત્રણ બિલ રજુ કર્યા છે તેમાં કિસાનોની આશંકાઓને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.HS