કૃષિ બિલ બાદ કિસાનોના ઉપજની ખરીદ માટે ઘર સુધી આવશે વેપારી: કૃષિ મંત્રી
નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલ નવું કૃષિ વિધેયકથી વ્યાપારી અને કિસાનોની વચ્ચે અંતર ઓછું થશે કૃષિ મંત્રીએ કહ્યું કે કૃષિ વિધેયક બાદ કિસાનોને ઉપજની ખરીદ માટે વ્યાપારી ખુદ તેમના ઘર સુધી આવશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કિસાન પોતાના અધિકારોની બાબતમાં જાણે છે તે રાજનેતા અને કિસાન નેતા જે વિચારે છે તે નિષ્ણાં છે તો એવું બિલકુલ નથી કિસાન બધુ કંઇ સમજે છે અને જાણે છે કે તેમની ઉપજ કોણ ખરીદશે જેમ કે વેપારીને ઉપજ ખરીદવાની છે અને જયારે ઉપજ મંડી સુધી પહોંચશે નહીં તો વેપારીઓને કિસાનોના ગામનો પ્રવાસ કરવા અને કિસાનોની સાથે સદ્ભાવપૂર્ણ સંબંધ બનાવવા અને કિસાનોની ઉપજ તેમના ઘરે જઇ ખરીદવા માટે મજબુર થવું પડશે.
તેમણે કહ્યું કે જાે કોઇ વ્યાપારી એક ગામ પહોંચે છે તો ગામના તમામ લોકો પોતાની ઉપજ વેચવા માટે એક સ્થાન પર એકત્રિત થશે વ્યાપારી કિસાનોથી ચર્ચા કર્યા બાદ ખરીદની દર નક્કી કરશે વ્યાપારી ઉપજની ખરીદ કરશે અને તેને એક ટ્રકમાં ભરી લઇ જશે કિસાનને પોતાની પાકની ઉપજ વેચવા માટે કંઇ જવાની જરૂર પડશે નહીં. સંસદમાં તાજેતરમાં કિસાનોના ઉત્પાદન અને વ્યાપારક અને વાણિજય સુધારા બિલ અને મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા વિધેયક અને કિસાન સશક્તિકરણ અને સંરક્ષણ સમજૂતિ અને આવશ્યક વસ્તુ વિધેયક પસાર કરવામાં આવ્યું છે જયારે વિરોધ પક્ષોએ આ વિધેયકોનો વિરોધ કર્યો છે અને કિસાનો પણ તેનો વિરોધ કરી રહ્યાં છે.
કૃષિ મંત્રી તોમરે કહ્યું કે નવું બિલ કિસાનોને આઝાદી આપશે અને તેમના પૈસા બચાવશે તેમણે આગળ કહ્યું કે નાના કિસાન મંડીમાં પોતાની ઉપજ લાવવામાં નિષ્ફળ રહે છે આ ડરથી કે લોજિસ્ટિક ખર્ચ લાભ મળવાની સંભાવના ઓછી થઇ જશે કયારેક કયારેક જયારે તે પોતાની ઉપજને મંડિઓમાં લઇ જાય છે તો તે સરકાર દ્વારા આપવામાં આવનાર ન્યુનતમ સમર્થનનો લાભ લઇ શકતા નથી હવે તેમને પોતાના ધરો ખેતરો અને ગોદામથી પોતાની ઉપજ વેચવાની આઝાદી રહેશે હવે વેપારી કિસાનોનો પ્રવાસ કરશે પહેલા કિસાન વેપારીઓથી મળવા જતા હતાં અને વેપારી દ્વારા જે પણ પૈસા આપવામાં આવતા હતાં તેને લઇ લેતા હતાં.HS