કૃષિ બીલથી ખેડૂતોની આવક ર૦રર સુધીમાં બમણી થઈ જશે
કૃષિ બીલ: હવે ખેડૂતો જ માલીક અને ખેડૂતો જ વહેપારી
કરોડો રૂપિયા કમાતા વચેટિયાઓની દુકાનો હવે બંધ થઈ જશે: ખેડૂતોને ગુમરાહ કરી તેને ઢાલ બનાવવામાં આવી રહયા છે: કૃષિ બીલ શિક્ષણ બીલની જેમ જ વિપક્ષ કોંગ્રેસની સ્થિતિ બગાડી શકે છે:
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં લાંબા સમય બાદ દેશમાં સ્થાયી સરકાર રચાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહયા છે. સતત બીજી ટર્મમાં સત્તા હાંસલ કર્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચુંટણી પ્રચારમાં આપેલા વચનો પૂર્ણ કરવા લાગ્યા છે. રામજન્મભૂમિનો શિલાન્યાસ કરી તેમણે ઈતિહાસ રચી દીધો છે. આ ઉપરાંત વર્ષો જુની શિક્ષણ પધ્ધતિમાં આમૂલ પરિવર્તન કરી નવી શિક્ષણનીતિની જાહેરાત કરતાં જ દેશનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર જાેવા મળી રહયો છે ત્યારબાદ તાજેતરમાં જ લોકસભા, રાજયસભામાં કિસાન બીલ બહુમતીથી પસાર કરાવી રાષ્ટ્રપતિને મોકલી આપ્યુ હતું અને રાષ્ટ્રપતિએ પણ મંજુરીની મહોર મારી દેતા હવે તે કાયદો બની ગયો છે. કિસાન બીલમાં ખેડૂતોના હિતમાં મોટાભાગની જાેગવાઈઓ કરવામાં આવેલી છે. મહત્વપૂર્ણ બાબતો એ છે કે ખેડૂતો હવે પોતે જ પોતાની કૃષિ ઉપજના માલિક ઉપરાંત વહેપારી પણ બની ગયો છે અને તેને ધારે ત્યાં અને ધારે તેને કૃષિ પ્રેદાશો વેચી શકે છે જેના પરિણામે ખેડૂતોને વચેટિયાઓની નાગચુંડમાંથી મુકત કરાવી દીધા છે.
વર્ષે અબજાે રૂપિયા કમાતા મોટા ખેડૂતો તથા વચેટિયાઓ અને રાજકીય નેતાઓને મોટુ નુકસાન જવાનું છે જેના પરિણામે હવે બીલ ના વિરોધમાં ગણ્યાગાંઠયા રાજયોમાં વિરોધ કરી બીલ પાછું ખેંચવા માટે સરકાર પર દબાણ કરી રહયા છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦રરના વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યુ હતું તે વચન આ બીલ થકી પૂર્ણ કરશે. બીલમાં કરવામાં આવેલી જાેગવાઈઓની સાચી વિગતો ખેડૂતો સુધી પહોંચવા લાગી છે આ સમગ્ર આંદોલન પાછળ મોટુ રાજકારણ રમાઈ રહયું છે. પરંતુ હવે દેશમાં તેનો પર્દાફાશ થઈ ગયો છે. અગાઉ કોરોના કાળમાં નીટની પરીક્ષા નહી યોજવા માટે આંદોલનનો માર્ગ અપનાવનાર કોંગ્રેસ સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જાેવા મળ્યો હતો આ પરિસ્થિતિમાં કોંગ્રેસને બદનામી સિવાય કશું મળ્યું ન હતું અને તેવી જ પરિસ્થિતિ ખેડૂત આંદોલનમાં પણ થવાની છે તેવુ રાજકીય નિષ્ણાંતો માની રહયા છે.
દેશમાં હાલ ખેડૂત આંદોલન ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે લોકસભાની અગાઉની ચુંટણીઓમાં પણ કોંગ્રેસે ચુંટણી પ્રચાર દરમિયાન કિસાન બીલમાં જે જાેગવાઈઓ કરવામાં આવી છે તે જ જાેગવાઈઓનો અમલ કરવાનું વચન આપ્યંુ હતું તેમણે તો એપીએમસી નાબુદ કરવા માટે પણ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખેડૂતોની આવક બમણી કરવા માટે વચન આપ્યા બાદ સત્તા પર આવ્યા પછી સતત તેઓ આ મુદ્દે નિષ્ણાંતો સાથે ચર્ચા કરી કૃષિ સુધારા બીલ લાવ્યા છે. ભારત સ્વતંત્ર થયા બાદ કેટલાક વિચિત્ર કાયદાઓના કારણે દેશમાં અનાજની અછત સર્જાતી હતી અને ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં વિદેશથી કૃષિ પેદાશોની આયાત કરવી પડતી હતી. ધીમે ધીમે આ જડ કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા છે તેમ છતાં ખેડૂતોની સ્થિતિમાં ઝાઝો સુધારો થયો ન હતો દરેક વખતે ખેડૂતોનો પ્રશ્ન મુખ્ય મુદ્દો બની જતો હતો દેશમાં છેલ્લી બે ટર્મથી સતત સત્તા સ્થાને આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બીજી ટર્મમાં ખેડુતોનો મુદ્દો હાથ ઉપર લીધો હતો અને આખરે કૃષિ સુધારા બીલ પાસ કરાવી તેનો અમલ શરૂ કરાવી દીધો છે.
દેશમાં પંજાબ અને હરિયાણા જેવા રાજયોમાં સૌથી વધુ કૃષિ પેદાશો થાય છે. પંજાબ અને હરિયાણામાં કુલ રૂા.૮૦ હજાર કરોડના ઘઉં, ડાંગર સહિતના કૃષિ ઉપજાેની ખરીદી થાય છે અને આ તમામ ખરીદીઓ મંડીઓમાં થતી હોવાથી તેના ઉપર રથી અઢી ટકા કમીશન લેવામાં આવે છે. તે જાેતા આ અઢી ટકા પ્રમાણે વચેટિયાઓ કરોડો રૂપિયાની કમાણી કરતા હતાં. આવી સ્થિતિ અન્ય રાજયોમાં જાેવા મળી રહી છે ખેડુતો પરસેવો પાડી કૃષિ પેદાશો ઉપજાવે છે પરંતુ મલાઈ વચેટિયાઓ ખઈ જતાં હોય છે કેટલીક વખત ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ ભળતા હોતા નથી. વચેટિયાઓની દાદાગીરી સામે ખેડૂતો ઝુકી જતાં હોય છે જેના પરિણામે ખેડૂતોને જે ભાવ મળે તે ભાવ સ્વીકારવો પડતો હતો. વચેટિયાઓ કૃષિ પેદાશોનો સંગ્રહ પણ કરતા હોય છે અને દેશમાં કૃત્રિમ અછત ઉભી કરી તેના ભાવ આસમાને પહોંચાડતા હોય છે આ પરિસ્થિતિ સર્જાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો અને પ્રજાના હિતમાં સુધારા બીલ લાવીને એક નવો જ ઈતિહાસ સર્જયો છે.
એપીએમસી બંધ થઈ જશે તેવી અફવાઓ ફેલાવી ખેડૂતોને ટેકાના ભાવ નહી મળે તેવા આક્ષેપો કોંગ્રેસ અને ખેડૂતોને લુંટનાર વચેટિયાઓની મીલીભગત દ્વારા કરવામાં આવી રહયા છે. એટલું જ નહીં પરંતુ મોટા ખેડૂતો તથા વચેટિયાઓના ઈશારે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહયા છે અને પંજાબ, હરિયાણા જેવા રાજયોમાં જ આંદોલનની સૌથી વધુ અસર જાેવા મળી રહી છે આ એક ચોંકાવનારી બાબત છે. નાના ખેડૂતોને હજુ કૃષિ બીલમાં શું જાેગવાઈઓ કરવામાં આવી છે તેની સાચી બાબતની જાણ નથી અને તેમને ગુમરાહ કરવામાં આવી રહયા છે. નવા કૃષિ બીલમાં કરાયેલી જાેગવાઈઓ ખેડૂતો સુધી પહોંચાડવા માટે ભાજપે રણનીતિ બનાવી દીધી છે અને તે ખુબ જ અસરકારક બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આક્ષેપોનું ખંડન કરી સ્પષ્ટ શબ્દોમાં આંદોલનકારી વચેટિયાઓ અને ખેડૂતોને લુંટનારાઓને ચેતવણી આપી દીધી છે.
ભાજપે તેના ચુંટણી ઢંઢેરામાં ર૦રરના વર્ષ સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે તેવું વચન આપ્યું હતું દેશમાં ખેડૂતોની કુલ સંખ્યામાં ૮પ ટકા જેટલા ખેડૂતો નાના અને મધ્યમ કક્ષાના છે આવા ખેડૂતોને ધ્યાનમાં રાખી આ કૃષિ બીલ બનાવવામાં આવ્યુ છે. આ અગાઉ ખેડુતોને ડાયરેકટ તેના ખાતામાં સબસીડી જમા થઈ ગઈ છે જેના પરિણામે વચેટિયાઓને કોઈ મલાય ખાવા મળી નથી. ઉલ્લેખનીય છે કે કૃષિ બીલનું માત્ર કોંગ્રેસ જ વિરોધ કરે છે એવું નથી. એનડીએ સરકારમાં વર્ષોથી ભાજપની સાથે રહેલ અકાલીદળ પણ કૃષિ બીલના વિરોધમાં મેદાનમાં ઉતર્યું છે અને એનડીએ સાથે છેડો ફાડી દીધો છે.
સત્તાવાર રીતે જાેઈએ તો દેશમાં ખેડૂતોના આપઘાતની સંખ્યામાં સતત ઘટાડો જાેવા મળી રહયો છે આમ ખેડૂતોની સ્થિતિમાં સતત સુધારો જાેવા મળી રહયો છે અને કૃષિ બીલના અમલથી સંપૂર્ણપણે ખેડુતોની સ્થિતિમાં સુધારો આવી જશે. આ પરિસ્થિતિમાં આંદોલન કરી રહેલા કોંગ્રેસના નેતાઓ સામે સવાલો ઉઠવા લાગ્યા છે. વિરોધ પક્ષ એટલે માત્ર વિરોધ જ કરવો એ જરૂરી નથી એટલું જ નહીં પરંતુ અત્યારે તો ખેડૂતોને ગુમરાહ કરીને તેઓને ઢાલ બનાવી મળતીયાઓ આંદોલન કરી રહયા છે. અગાઉ આંદોલનોમાં રાજકારણ ભળ્યુ છે ત્યારે તે આંદોલન નિષ્ફળ સાબિત થયું છે અને ખેડૂત આંદોલનમાં પણ તેવું જ જાેવા મળી રહયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના હિતમાં કૃષિ બીલનો અમલ કરવા માટે મક્કમ છે અને તેનો અમલ પણ શરૂ કરી દીધો છે.
દેશના અનેક રાજયોમાં ખેડૂતોને કૃષિ બીલથી મોટો લાભ થવાનો છે તેની જાેગવાઈઓ ખેડુતો સુધી પહોંચાડવા માટે ખાટલા બેઠકોનું આયોજન શરૂ થઈ ગયું છે એટલું જ નહીં પરંતુ ખેડૂતોને તેનાથી થનારા લાભો વિશેની સાચી માહિતી પણ મળવા લાગી છે. દેશભરમાં ખેડૂતોની સ્થિતિમાં મોટુ પરિવર્તન આવશે તે વાત નકકી છે પરંતુ કોંગ્રેસ કૃષિ બીલનો વિરોધ કરી રહી છે જે ખેડૂતો સાથે અન્યાયની બાબત છે. દેશમાં એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો વડાપ્રધાન લઈ રહયા છે ત્યારે તેમની સામે વિરોધ કરીને કોંગ્રેસની સ્થિતિ વધુને વધુ પાંગળી થતી ગઈ છે અગાઉ પરીક્ષાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ વિદ્યાર્થીઓએ કોંગ્રેસની આ નીતિ સામે ઉગ્ર રોષ વ્યકત કરતા કોંગ્રેસને પાછા ડગલા ભરવા પડયા હતાં અને હવે કૃષિ બીલમાં પણ તેવી જ સ્થિતિ જાેવા મળી રહી છે.