કૃષ્ણકૃપા મુર્તિ શ્રીલા પ્રભુપાદની 43મી પુણ્યતિથિ – હરે કૃષ્ણ મંદિર ભાડજમાં યોજાયેલ ભવ્ય ઉત્સવ
આજે સમગ્ર વિશ્વભરના લોકો ભગવાનના પાવન નામનો જાપ કરવામાં ડૂબેલું છે, ઇશ્વરના આ પાવન નામનું ગાન સમાજના વિવિધ વર્ગના લોકો કરી રહ્યા છે અને જેણે કૃષ્ણમય બનવાની પ્રક્રિયામાં લઇ જઇને લોકોને વૈષ્ણવ બનાવ્યા છે તેવા શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી આજે સાચી પડી છે, કારણ કે આજે દરેક નગર અને ગામમાં રહેતા લોકોને શુદ્ધ કરનાર મહામંત્ર સાંભળવા મળે છે.
મુખ્યત્વે ભૌતિકવાદી અને નાસ્તિક માનસિકતા ધરાવનાર સમાજના એક બહોળા વર્ગમાં મોટાપાયે પરિવર્તન જોવા મળ્યું છે, જેમાં આધ્યાત્મિક માર્ગના સાધકને ઇશ્વરની પ્રેમાળ સેવામાં તેની સાથેના શાશ્વત સંબંધની અનુભૂતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, પશ્ચિમના દેશોમાં જ્યારે ભગવાનની ચેતનાની સંપૂર્ણ અવગણના કરવામાં આવે છે ત્યારે કૃષ્ણકૃપા મુર્તિ શ્રીલા પ્રભુપાદ દ્વારા આ યુગમાં આ બદલાવ લાવવામાં આવ્યો છે. આ બાબત કોઇ ચમત્કારથી ઓછી નથી કે સંખ્યાબંધ ભૌતિકવાદી લોકોને ગૌડિયા વૈશ્ણવ સંપ્રદાયમાં વિશ્વાસ રાખનાર અનુયાયીઓ બન્યા અને જીવનના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી તેમજ ઇશ્વરના ધામમાં પાછા ફરવાની ઇચ્છાથી તેને આત્મસાત કરવામાં આવ્યું.
આપણા જેવા પતન પામેલ આત્માઓની વચ્ચેથી સમગ્ર વિશ્વના ઉદ્ધારક એવા શ્રીલા પ્રભુપાદના મહાન આત્માની વિદાય થાય તે ખૂબ જ શોકની બાબત છે, આપણા અગાઉના આચાર્યો દ્વારા ભજનમાં લખેલ છે કે મહાન વૈશ્ણવના દર્શન માત્રથી આપણા તમામ પાપ ધોવાઇ જાય છે.
ગંગારા પર્શા હૌલે પાસ્કેટ પાવન, દર્શને પવિત્ર કરો-ઇ તોમરા ગુણ
ગંગા નદીના પવિત્ર પાણીમાં કેટલીય વખત સ્નાન કર્યા પછી વ્યક્તિ શુદ્ધ થાય છે, પરંતુ, તમારા દર્શન માત્રથી, પાપી આત્માઓ શુદ્ધ થાય છે. આ તમારી મહાન શક્તિ છે.
અને શ્રી કૃષ્ણના આવા ઉચ્ચત્તમ નિત્ય-સિધ્ધ પારિકરોના કમળના મુખમાંથી ગુણાતીત આધ્યાત્મિક પ્રવચનો સાંભળવાથી હૃદયમાંભક્તિના બીજની વાવણી થાય છે.ગુરુની ભૌતિક હાજરી (વાપુ) કરતાં તેમની સુચનાઓ (વાણી) ને ખૂબ જ મહત્વ આપવામાં આવતું હોવા છતાં, તેમની હાજરી નિસંદેહ ખૂબ જ મહત્વપૂર્ણ છે, સાચા સાધકો તેની હાજરીમાં સ્વયં શ્રી કૃષ્ણની હાજરીની અનુભૂતી કરે છે, કારણ કે, ગુરુ એ બીજું કોઇ નહીં પરંતુ સ્વયં શ્રી કૃષ્ણના પ્રતિનિધી છે.
કારતક મહિનાના આજના દિવસે તમામ સાધકો ત્યારે દુઃખના સમુદ્રમાં ડૂબી ગયા હતા જ્યારે શ્રીલા પ્રભુપાદે આ વિશ્વમાંથી વિદાય લીધી હતી અને સાંજે 7:20 વાગ્યે નિત્ય લીલામાં પ્રવેશ કર્યો હતો. શ્રીલા પ્રભુપાદની વિદાયના આ દિવસને હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ભક્તિભાવ સાથે મનાવવામાં આવે છે, અને અલગથી પ્રાર્થનાઓ કરવામાં આવે છે.
આ વર્ષે શ્રીલા પ્રભુપાદની 43મી પૂણ્ય તિથી છે અને સમગ્ર વિશ્વમાં શ્રી કૃષ્ણની ચેતના ફેલાવવા માટે દિવ્ય આત્મા દ્વાર કરવામાં આવેલ અભૂતપૂર્વ કાર્યોને યાદ કરવામાં આવે છે અને તેમના મહિમાનું ગાન કરવામાં આવે છે. દૈનિક સવારના પૂજા કાર્યક્રમો પછી, શ્રીલા પ્રભુપાદને અભિષેક બાદ પુષ્પાંજલી અને આરતી અર્પણ કરવામાં આવે છે, જેમાં તમામ સાધકો ફૂલો સાથે તેમનું હ્રદય અને આત્મા શ્રીલા પ્રભુપાદના કમળ ચરણમાં અર્પિત કરે છે. શ્રીલા પ્રભુપાદની ખુશી માટે ભક્તો દ્વારા તૈયાર કરેલ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ ધરાવતો ભોગ અર્પણ કર્યા બાદ, તમામ ભક્તજનો તહેવારની ઉજવણી કરે છે.