કૃષ્ણનગરમાં અજાણ્યા શખ્શે મહીલા તબીબને ધમકીઓ આપી
અમદાવાદ : શહેરમાં ક્રિષ્ણાનગર વિસ્તારમાં પોતાનું ઘરનાં આગળના ભાગે કલીનીક ચલાવતી મહીલા તબીબે અજાણ્યા શખ્શ વિરુદ્ધ ધમકી આપવાની ફરીયાદ નોધાવી છે આ શખ્સ તેને ફોન કરીને પોતે પત્રકાર હોવાની તથા તબબીબે ગેરકાયદેસર દવાખાનું બનાવ્યુ હોવાની વાત કરી પૈસા આપો નહીતર દવાખાનું બંધ કરાવી દેવાની ધમકીઓ આપી હતી.
મહીલા તબીબ ગાયત્રીબેન ભાઈલાલભાઈ પારેખ ક્રષ્ણનગર પ્રિયા સિનેમા પાછળ જય અંબે સોસાયટીમાં રહે છે અગાઉ અન્ય એક ખાનગી હોસ્પીટલમાં તે તબીબી સેવા આપતાં હતા. બાદમા પોતાના ઘરનાં આગળના ભાગે જ તેમણે કલીનીક બનાવ્યુ હતુ પોતાના કલીનીકમાંથી સમય મળતાં તેમણે ખાનગી હોસ્પીટલમાં નોકરી છોડી દીધી અને પોતાનુ કલીનીક જ સંભાળતા હતા દરમિયાન થોડા દિવસ આગઉ તેમને અજાણ્યા શખ્શોનો ફોન આવ્યો હતો જેણે પોતે પત્રકાર ઉમેશ પાંડે તરીકેની ઓળક આપી હતી
ઉપરાંત ગાયત્રીબેને બનાવેલુ કલીનીક ગેરકાયદેસર છે તેમ કહી ગમે તે રીતે પૈસા આપી જાવ નહીતર આવેલી કાલે સવારે તમારુ દવાખાનું સીલ કરી દઈશ એવી ધમકી આપી હતી. ગભરાયેલા ગાયત્રીબેન પોતાના પિતાને આ અંગે વાત કરી હતી જેથી કથિત પત્રકારે તેમના પિતા સાથે વાત કરી તેમને પણ ધમકીઓ આપતા ગાયત્રીબેન પોતાના પિતા સામે કૃષ્ણનગર પોલીસ મથકે ફરીયાદ નોધાવી છે પોલીસે મોબાઈલ નંબર પરથી વિગતે મેળવી આગળની તપાસ હાથ ધરી છે.