કૃષ્ણનગરમાં પાંચ વર્ષીય બાળકી સાથે છેડછાડ
અમદાવાદ: હાલ સુધી મહિલાઓ સાથએ ગેરવર્તણૂક અને દુષ્કર્મનાં કિસ્સા બનતાં હતા. જાકે, સામાન્ય નાગરીકનાં વેશમાં છુપાયેલાં ભુક્યા વરુઓ હવે મહિલાઓ ઉપરાંત નાનાં બાળકોને પણ પોતાનો શિકાર બનાવતાં હોવાનાં કિસ્સા વારંવાર સામે આવી રહ્યાં છે. બાળકો સાથે દુર્વ્યવહાર કરવાનાં કિસ્સામાં મોટાંભાગે ઓળખીતા પાડોશી અથવા સગાં સંબંધીઓ જ હવસનો શિકાર બનાવતાં હોવાનું સામે આવ્યું છે.
ચોકલેટ કે મોબાઈલ ફોન આપવાના અથવા રમાડવાનાં બહાને લઈ જતાં વિકૃત માનસ ધરાવતાં શખ્સો નાનાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો કરતાં હોય છે. આવાં જ વધુ બે કિસ્સા કૃષ્ણનગર તથા નિકોલ વિસ્તારમાં નોંધાયા છે. કૃષ્ણનગરમાં નાનાનાં ઘરે ગયેલી બાળકીને પાડોશીએ લઈ જઈ કિસ બચકાં ભરતાં ફરીયાદ નોંધાઈ છે. જ્યારે નિકોલમાં એક સગીર બાળકને પાડોશી યુવાને ઓરલ સેક્સ કરાવતાં પિતાએ ફરીયાદ કરી છે.
મૂળ દહેગામના વેપારી પોતાનાં પીરવાર સાથે સૈજપુર બોધા ખાતે રહે છે. સંતાનમાં બે બાળકો છે. રવિવારે વેપારીનાં પત્ની તેમનાં બંને બાળકોને લઈ પોતાનાં પિતાને ત્યાં ગયા હતા. સાંજનાં સુમારે ત્યાં નજીકમાં જ રહેતો ક્રિષ્ણાભાઈ વાલારામ પ્રજાપતિ નામનો શખ્સ તેમની પાંચ વર્ષીય બાળકીને રમાડવા લઈ ગયો હતો. અને થોડીવાર બાદ પરત મુકી ગયો હતો.
રાત્રે જમવા બેસવાનાં સમયે બાળકી જમતી ન હોઈ પિતાએ પૂછપરછ કરતાં ક્રિષ્ણાએ બાળકીને લઈ ગયા બાદ કિસ કરી ગળે બચકાં ભર્યા બાદ ગુપ્તાંગમાં સ્પર્શ કર્યા હોવાનું જજણાવતાં પરીવાર ચોંકી ગયું હતું. અને તાત્કાલિક આ વેપારી પોતાનાં પરીવાર સાથે ક્રિષ્ણાનાં ઘરે ગયા હતાં. જાકે ક્રિષ્ણા ત્યાં હાજર ન હતો.
જેથી તેનાં નાનાઈ સાથે વાત કરતા દરમિયાન નાની બાળકીની છેડતીની વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતાં લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતાં વેપારીએ ક્રિષ્ણાનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. બાળકી સાથે છેડતીની ફરિયાદ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ફરાર ક્રિષ્ણાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
જ્યારે અન્ય કિસ્સામાં નિકોલમાં રહેતાં એક ૧૪ વર્ષનાં સગીરનાં પિતાએ ફરીયાદ નોંધાવી છે કે તેમને સંતાનમાં બે દિકરા અને એક દીકરી છે. જેમાં સૌથી મોટો દિકરો નરોડામાં આવેલી શાળામાં ધોરણ-૯માં અભ્યાસ કરે છે.
સફાઈકામ કરી પોતાનાં પરીવારનું ગુજરાન પુરૂ પાડતાં દંપતીનાં મોટાં દિકરાને આશરે નવેક મહિના અગાઉ બપોરનાં સમયે પાડોશમાં રહેતાં જીગ્નેશ દેવેન્દ્રભાઈ સોલંકી નામનાં શખ્સે લલચાવીને લખોટી આપવાની તથા મોબાઈલમાં ગેમ રમવા આપવાની વાત કરી હતી. બાદમાં પોતાનાં ઘરમાં લઈ જઈ જીગ્નેશ આ સગીર બાળકને લલચાવીને ઓરલ સેક્સ કરાવ્યું હતું. બાદમાં આ વાત કોઈને કરતો નહીં તેમ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ સગીરનાં પિતાને થતાં તેમણે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.