કૃષ્ણનગરમાં લુખ્ખા તત્વોએ દંપતી પર હુમલો કરી ઘરમાં વાહનોમાં તોડફોડ કરી
પોલીસ ફરીયાદ બાદ દંપતી પર હુમલોઃ પોલીસની ભૂમિકા શંકાસ્પદ : શહેર પોલીસ નિષ્ફળ સ્થાનિક ગુંડાગર્દી વર્ધી
અમદાવાદ: એક સમયે અસામાજીક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો પ્રત્યે કડક વલણ દાખવતી અને જેના નામથી સમગ્ર શહેરના લુખ્ખા તત્વો ધ્રુજી જતા હતા એવી અમદાવાદ પોલીસની પકડ કેટલાંક સમયથી ઢીલી થઈ છે કોઈ અગમ્ય કારણોસર ગુંડા તત્વો પ્રત્યે પોલીસનું વલણ પડતા આમા શહેરમાં સ્થાનિક સ્તરે લુખ્ખા તત્વો બેફામ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે.
સામાન્ય બાબતોમાં તલવાર અને ધુરાવાજીની ઘટના રોજની બની છે આ પરીસ્થિતિને પગલે નાગરીકોનું જીવવુ પણ હરામ થઈ રહ્યુ છે આવા લુખ્ખા તત્વો રૂપિયા કે ઓળખાણના જારે કોયદેસરની કાર્યવાહીમાંથી છટકીને ગણતરીના સમયમાં ફરી બહા આવી જાય છે અને ફરીયાદી તથા પરીવાર પર હિસક હુમલા કરીને આતક મચાવી ડરનો માહોલ ફેલાવી રહ્યો છે.
પોલીસની ભુમિકા આ બાબતે શંકાસ્પદ લાગતા નાગરીકોને પણ હવે પોલીસ પર ભરોસે રહ્યો નથી આવી જ વધુ એક ઘટના ક્રિષ્નાનગરમા બની છે જેમા ધર્મો ઉર્ફ ધર્મેન્દ્ર બારડ નામના લુખ્ખાએ યુવકને જાનથી મારી નાખવા તેના ઘરે ઘસી ગયો હતો યુવક ન મળતા તેના પરીવાર ઉપર હિસક હુમલો કર્યો હતો ઉપરાંત સમગ્ર ઘરમાં તોડફોડ કરી પાડોશીઓના વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે ગુરુવારે સાજે સાડા છ વાગ્યે સુનીતા રાજપુત રહે પાશ્વનાથ ટાઉનશીપ નવા નરોડા, પોતાના ઘરે પતિ વશિષ્ટ નારાયણ તથા પુત્ર કિશન સાથે ઘરે હાજર એ સમયે ત્યા જ રહેતા ધર્મેન્દ્રસિહ બારડ અને તેનો સાગરીત ધ્રુવરાજસીહ ભાટી અમરદીપ સોસાયટી કુષ્ણનગર તેમના ઘર આગળ આવીને ગાળાગાળી અને બોલાવી કરતા હતા જેથી સુનીતાબેને તમને ગાળો બોલવાની ના પાડતા ધમાએ તમારા કિશનને બહાર કાઢો નહીતર ઘરમાં ઘૂસીને મારીશુ તેમ કહેવા લાગ્યા હતા ઉપરાંત બહાર નહી કાઢો તો જ્યા મળસે ત્યા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આખો પરીવાર ગભરાઈ ગયો હોત અને પોલીસને જાણ કરી હતી.
જેથી પોલીસ ફરીયાદ કર્યા બાદ પુત્રની જાનને ખતરો હોવાથી દંપતિએ પુત્ર કિશનને વતનમા મોકલી દિધો હતો ફરીયાદ કર્યાના ગણતરીના કલાકોમા જ સુનીતાબેન પતિ સાથે ઘરે હતા ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યે ધમો ધ્રુવરાજ તથા મહેન્દ્રસિહ પાશ્વનાથ ટાઉનશીપ સાથે ફરીથી તેમના ઘરે આવીને ગાળો બોલી ઘરમાં ઘૂસી ગયો હતો.
ઉપરાંત કિશન નહી મળે તો તેમને બંનેને જાનથી મારી નાખીશ તેમ કહીને દંપતી ઉપર ત્રણેય લુખ્ખા તુટી પડ્યા હતા ઢોર માર મારીબાદ ત્રણેય ગુડા ત્યાથી રફુચક્કર થઈ ગયા હતા. બીજી તરફ ગભરાયેલુ દંપીત ઘરને તાળા મારીને અન્ય રહેવા જતા રહ્યા હતા. આટલીમોટી ઘટના બાદ પણ ન અટકતા ધમો ફરીથી સાગરીતો સાથે તલવારો અને અન્ય હથિયારો લઈ આવ્યો હતો તથા સુનીતાબેનના ઘરનો દરવાજા તોડી અંદર પ્રવેશીને તોડફોડ કરી હતી
ઉપરાંત બહાર પડેલા અન્ય કેટલાક વાહનોમા પણ તોડફોડ કરીને આતક મચાવ્યો હતો. આ ઘટના બાદ સુનીતાબેને ફરીથી ધમા બારડ અને તેના સાગરીતો વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે કૃષ્ણનગર તથા નજીકના વિસ્તારોમાં ધમા બારડનો આંતક ફેલાયેલો છે અને અવારનવાર તેનુ નામ બહાર આવતુ રહે છે નાગરીકોમાં તેની સામે રોષ ફેલાતા પોલીસનું તેના પ્રત્યેનુ કુણુ વલણ શંકા જગાવે છે અને કડક કાર્યવાહીની ઉદાસીનતાને પગલે લુખ્ખા તત્વ નાગરીકોમા ધાક જમાવવામાં સફળ રહે છે.
નોધનીય છે ક ેઅમદાવાદ શહેરમા સ્થાનિક સ્તરની ગુડાગર્દી સમગ્ર શહેરમાં પ્રસરી છે દરેક વિસ્તારમાં દાદા કે ભાઈ જેવા લુખ્ખા તત્વોએ ત્રાસ ફેલાવેલો છે નાગરીકો ફરીયાદ છતા આવા તત્વો ખુલ્લે આમ ફરી રહ્યા છે અને શહેરીજનો ડરના માહોલ જીવી રહ્યા છે જે પોલીસ તંત્રની સરેઆમ નિષ્ફળતા દર્શાવે છે.