Western Times News

Gujarati News

કૃષ્ણનગર તથા ઈસનપુરમા મહીલાઓએ સાસરીયા વિરુદ્ધ ફરીયાદ નોધાવી

અમદાવાદ : પરણીત વિરુદ્ધ અત્યાચારની ઘટના હવે સામાન્ય બનતી જાય છે શહેરના પોલીસ ચોપડે રોજની ઓછામા ઓછી એક ઘટના મહીલા અત્યાચારની નોધાઈ રહી છે આ સ્થિતિમાં ક્રિષ્ણનગર તથા ઈસનપુરમાંથી વધુ બે કિસ્સા બહાર આવ્યા છે ક્રિષ્ણાનગરમા પુત્રી થવાની બીકે સાસરીયાઓએ ગર્ભવતી મહીલાને કાઢીમુકી છે જ્યારે પતિ દ્વારા પરેશાન કરતા મહીલા ડિપ્રેશનનો શિકાર બની હોવાની ફરીયાદ ઈસનપુર પોલીસે નોધી છે.

જીજ્ઞાસાબેન લગ્ન જીવન દરમિયાન તેમને ચાર્મી નામની એક દીકરી થઈ હતી જા કે વેપારી પતિ કૃણાલભાઈ પટેલ તથા સાસુ ગીતા બેન અને સસરા વિષ્ણુભાઈને પુત્રની ઘેલછા હતી અવાર નવાર ત્રાસ આપતા અગાઉ મહીલા પોલીસમાં ફરીયાદ કરી હીત જા કે ત્યાર સમાધાન બાદ ઘરે લઈ ગયા હતા જીજ્ઞાસાબેન ફરી ગર્ભવતી બનતા કેટલાંક દિવસો અગાઉ સાસરીયાઓએ અમારી તો પુત્ર જાઈએ છે તેમ કહી નાની દિકરી સહીત તેમને ઘરમાંથી કાઢી મુકતાં પોલીસે ફરીયાદ કરતાં ક્રિષ્ણાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

જ્યારે ઈસનપુરમાં રાજધાની બંગ્લોઝમાં રહેતા મનીષાબેન અક્ષયભાઈ એ પતિ અક્ષય, સસરા કૃષ્ણકાંત તથા સાસુ સુજાતા બેન વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે કે લગ્નના થોડા સમય બાદથી જ તેમણે શારીરીક તથા માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્ચયુ હતુ જ્યારે પતિને અન્ય †ી સાથે સંબધો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે વારવાર રોકટોક તથા ત્રાસમાં કારણે મનીષાબેન ડિપ્રેશનનો શિકાર બની જતા તેમણે ઈસનપુરમાં પોલીસ ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.