કૃષ્ણનગર તથા સોલાના બે શિક્ષકો સાથે ઓનલાઈન છેતરપીંડી
બેેકના રીવોર્ડ તથા કેવાયસી અપડેટ કરવાના બહાને ઠગાઈ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સરકાર તથા પોલીસ તરફથી ઓનલાઈન છેતરપ્ીીંડી બાબતે વારંવાર સચેત રહેવાની જાહેરાતો આવતી હોવા છતાં તેના ભોગ બનતા નાગરીકોની સંખ્યા વધતી જાય છે. કૃષ્ણનગરમાં રીવોર્ડ પોઈન્ટના બહાને વૃધ્ધના ક્રેડીટ કાર્ડમાંથી રૂા.સવા બે લાખ ઉપાડી લેવાયા, જયારે સોલામાં પેેટીએમ અપડેટ કરવાના બહાને રૂાં.૪પ હજારની છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ છે.
નવા નરોડા ઉમા હોસ્પીટલ નજીક રાધે ગોવિંદ ટેનામેન્ટમાં રહેતા પ૪ વર્ષીય હરિભાઈ પટેલને થોડાક દિવસો અગાઉ અજાણી મહિલાએ ફોન કરીને બેકંમાંથી પોઈન્ટ રીવોર્ડ ખાતામાં નાખંવા ફોન કર્યો હતો. વ્યવસાયે શિક્ષક એવા હરિભાઈએ મહિલાએ મોકલેલી છ લીંકો પર ક્લિક કરી અજાણતા જ ઓટીપી નંબર પણ આપી દીધા હતા. જેના પગલે તેમના ખાતામાંથી સવા બે લાખ જેટલી રકમ ઉપડી ગઈ હતી. અચાનક વધુ ટ્રાન્ઝેકશન થતાં બેંક કર્મચારીએ તેમની પૂછપરછ કરતા તેમણે પોતે છેતરાયાની જાણ થઈ હતી. હરિભાઈની ફરીયાદ લઈ કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
જયારે સોલા, ગુલાબ ટાવર નજીક સતેજ એપાર્ટમેન્ટમાં રહેતા નિરૂપમાબેન મિશ્રાને ગત જુન મહિનામાં અજાણ્યા શખ્સે પેટીએમના કેવાયસી અપડેટ કરવાના બહાને ફોન કર્યો હતો. દરમ્યાનમાં તેમની તમામ માહિતી લીધા બાદ તેમની જાણ બહાર જ તેમના બેકના ખાતામાંથી પ૦ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. થી તુરંત તેમણે સાયબર ક્રાઈમનો સંપર્ક સાધતા પ૦૦૦ રૂંપિયા પરત આવ્યા હતા. જાે કે ૪પ હજાર પાછા મળ્યા નથી. આ ઘટનાની તાસ સોલા પોલીસ કરી રહી છે.