કૃષ્ણનગર પોલીસ ફરિયાદ નહી નોંધતા ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ નોંધવા આદેશ
ફરીયાદ નોંધાવા યુવકે ૧૫ દિવસ રઝળપાટ કર્યા બાદ આખરે ગાંધીનગરમાં પોલીસ વડા સમક્ષ રજૂઆત કરાતા ફરિયાદ નોધાવી
અમદાવાદ: નાગરીકોની સુરક્ષા માટે ખડેપગે સેવા બજાવનાર પોલીસતંત્ર ફરજ બજાવતા કેટલાંક કર્મચારીઓના કારણે સમગ્ર તંત્રની કામગીરી પર સવાલો ઉઠતા હોય છે એક બાજુ પોલીસને જનમિત્ર બનાવવાની જાહેરાતો કરવામા આવે છે ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક નાગરીકને પોલીસનો કામગીરીને કડવો અનુભવ થતા તેને ફરિયાદ નોધાવવા માટે દસથી વધુ દિવસ લાગ્યો હતો.
હવે તેને આખરે રાજ્યના પોલીસ વડા સમક્ષ સમગ્ર જણાવતા ઉચ્ચ પોલીસ અધીકારીઓ ચોકી ઉઠયા હતા અને અમદાવાદ ક્રાઈમ બ્રાચને આ યુવકની ફરીયાદ લેવાનું જાણાવતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે યુવક બહાર ગામ ગયો ત્યારે રીક્ષા તેના જ પરીચીતે ચોરી હોવાની તેની ફરીયાદ નોધાવાની હતી પરતુ પોલીસે ફરીયાદ નહી નોંધાતા ચોરી કરનાર શખ્શે આ યુવકને સતત ધમકીઓ આપી હતી જેનાથી યુવક ખુબ ગભરાઈ ગયો હતો તેમ છતા પોલીસે ફરીયાદ નોધી ન હતી.
સમગ્ર ઘટના વિગત એવી છે કે યોગેશ નરેશભાઈ નામનો યુવાન જન્મથી જ ગુજરાતમાં રહે છે મુળ આગ્રાનાં યોગેશનો પરીવાર ઠક્કરનગર લાભાર્થે સોસાયટીમાં રહે છે યોગેશ રીક્ષા ચલાવીને પોતાનુ પરીવારનું ગુજરાન ચલાવે છે ગઈ તારીખ પદરમી નવેમ્બરે યોગેશ પિતા નરેશભાઈના મોટા ભાઈ ને તેમના વતન ખાતે એટેક આવતાં યોગેશ તેમના હાલચાલ જાણવા ગયો હતો. જ્યારે ઘરે તેની માતા એકલી હતી ચોવીસ નવેમ્બરે તારીખે યોગેશ માતા ગુલાબબેને ફોન કરીને ઘર આગળ મુકેલી રીક્ષા ચોરાઈ હોવાનું જણાવ્યુ હતુ તાબડતોળ ઘરે આવેલા યોગેશ માતાની પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે પોતે ઘરે સુતાં હતા ત્યારે રાત્રે રીક્ષા ચોરાઈ હતી અને સવારે આસપાસ પુછપરછ કરતા એક વ્યક્તિએ બચ્ચા નામના માણસ સાથે આવતા પિન્ટુ નામનો શખ્શ રીક્ષા લઈ ગયો છે તેમ જણાવ્યુ હતુ.
બાદમા ૨૭ નવેમ્બરે યોગેશ અને તેની માતા કૃષ્ણનગર પોલીસી સ્ટેશનને ફરીયાદ કરવા જતા સિવિલ ડ્રેસમમા હાજર પોલીસે હકીકત જણાવ્યા છતા ફરીયાદ લેવાના બદલે ફક્ત અરજી લીધી હતી ઉપરાત બેશરમીપૂર્વક રીક્ષા શોધવાનુ કામ અમારુ નથી તમારા ઘરેથી લઈ ગયેલ છે તો તમે શોધી લાવો. પોતાની રીક્ષા ચોરાઈ ગયા બાદ ભાડાની રીક્ષા ફેરવતા યોગેશે ૧૭મી જાન્યુઆરીએ વિજયપાર્ક મારૂતિ પ્લાઝા પાછળ કૃષ્ણનગર ખાતે સાંજે ૬ વાગ્યે પિન્ટુને રોડ પર જાતા તેને પકડી પાડીને ૧૦૦ નંબર પર કોલ કરતાં પોલીસ યોગેશ અને પિન્ટુને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી જ્યા આ પિન્ટુ રામબહાદુર સોની (નેપાળી) રહે ઠક્કરનગર બસ સ્ટેશન નજીક લાભાર્થ સોસાયટી પાછળ ની ડિ સ્ટાફના માણસોએ પુછપરછ કરતા બચ્ચા સિધી રહે ઠક્કરનગર બસ સ્ટેન્ડ બજારની અંદર ના કહેવાથી રીક્ષા ચોરી કરી હોવાનુ કબુલ્યુ હતુ ઉપરાંત આ રીક્ષા બચ્ચા એ ઉંઝા ઉનાવા તરફ મુકવાનું કહેતા એ તરફ મુકી હતી.
પિન્ટુએ કબુલ કર્યા છતા બેશરમ પોલીસે યોગેશને આ ચોરને પોતાના ઘરે લઈ જવાનું જણાવ્યુ હતુ અને એક ચોરને પોતાના ઘરમાં રામવાની ના પાડતા કૃષ્ણનગર સ્ટાફે યોગેશને પિન્ટુને લઈ ઉંઝા પોલીસ સ્ટેશને જઈ ત્યાને પોલીસ સાથે ફોન ઉપર વાત કરાવવા જણાવ્યુ હતુ પૈસે ટકે બરબાદ થઈ ગયેલા યોગેશ પાસે ભાટુ ન હોવાથી પિન્ટુને બે દિવસ પોતાના ઘરે જ રાખ્યો હતો.
૨૦ જાન્યુઆરી માતા તથા ચોર પિન્ટુને લઈ યોગેશ ઉંઝા પહોચ્યો હતો જા કે જયા છુપાવી રાખી હતી એ સ્થળેથી રીક્ષા ગાયબ હતી જેથી યોગેશ તમામને લઈ ઉંઝા પોલીસ સ્ટેશને પહોચ્યો હતો જ્યાથી પણ તેને ચોરીની ઘટના કૃષ્ણનગર ખાતે બની હોવાથી ત્યા ફરીયાદ થશે તેમ જણાવતા યોગેશ અને તેની માતા તથા પિન્ટુ પરત ફર્યા હતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનને પહોચતા જ ફરી એક વખત કૃષ્ણનગર પોલીસે ગલ્લાતલ્લા કરતા સાહેબ નથી સવારે અગીયાર વાગે આવજા તેમ કહીને બીજા દિવસે ઠક્કરનગર ચોકીને મોકલ્યા હતા જ્યા પણ રાહ જાવડાવ્યા બાદ સાજે બોલાવ્યા હતા અને એ બાદ પણ સતત રાહ જાવડાવીને તથા બીજા દિવસે બોલાવીને યોગેશભાઈને માનસિક રીતે પરેશાન કરવામા આવ્યા હતા જેના પગલે રર તારીખે પિન્ટુને લઈને ઠક્કર નગર પોલીસ ચોકીએ ગયેલાં યોગેશભાઈ મારી ફરીયાદ લઈ લો કેમ ધક્કા ખવડાવો છો ? ફરીયાદ ના લેવી હોય તો ના પાડો તેમ કહેતા હાજર કર્મીએ તમારી ફરીયાદ નથી લેવાતી અને હવે કોઈ નહી થાય તેમ જણાવ્યુ હતુ માનસિક રીતે ભાંગી પડેલા યોગેશભાઈ ઘરે આવી પહોચવા બાદ રીક્ષા લઈ ધંધો કરવા નીકળતા રસ્તામાં બચ્ચા સિધીએ તેને આંતર્યા અને રીક્ષા ચોરીમા મારુ નામ દીધુ તો ઢાકણી કાઢી નાખીશ તેમ કહી ધમકીઓ આપી ત્યાથી ભાગી ગયો હતો.
રાત્રે ઘરે ત્યારે પણ બચ્ચા ત્યા હાજર હતો જેણે ફરીથી પિન્ટુને તથા યોગેશભાઈ મારી નાખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટના બાદ તંત્ર આવી ચુકેલા યોગેશભાઈ છેવટે કોઈ આશરો ન રહેતા ગાંધીનગર પોલીસ ભવન ખાતે પહોચ્યા હતા જ્યા પોલીસ વડા સમક્ષ રજુઆત કરતા તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાચ જાતા આ ફરીયાદ મોકલી આપી હતી. એક તરફ સુરક્ષાની વાતો કરતી પોલીસ આરોપીઓને પકડતી નથી અને ફરીયાદ ચોરને પકડો લાવ્યો હતો ત્યારે પોતાના તરફથી કોઈ કામગીરી ન કરતા બેશરમીની હદ વટાવી દીધી હતી આવુ કાઈ અકે પોલીસ સ્ટેશનની વાત નથી અવારનવાર અનેક લોકો પોલીસ પોતાની ફરીયાદ ન લેતા હોવાની ફરીયાદ કરતા હોય છે. મોટેભાગે પોતાના પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુના ન નોધાય અથવા ઓછા નોધાય એ માટે પણ પોલીસ ગુના નોધાવાની બદલે બારોબાર પતાવી નામના હોય છે તેમ સુત્રોએ જણાવ્યુ છે ત્યારે એક શ્રમજીવી યુવાને કેટલાય દિવસો સુધી રઝળતા કરવાની વાત બહાર આવતા હવે જનમિત્ર બનવાનો વાત કરતી પોલીસ છબી નાગરીકો સમક્ષ ખુલ્લી પડી છે.