કૃષ્ણાને જાેઈને ગોવિંદાની યાદ આવી ગઈ: ઉદિત
મુંબઈ, ટીવી જગતનો હિટ કોમેડી શો ધ કપિલ શર્મા શો ૬ મહિનાના બ્રેક બાદ ફરી દર્શકોને હસાવવા માટે પાછો આવી ગયો છે. આ સાથે શોમાં જુદા-જુદા સેલિબ્રિટીની એન્ટ્રીનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. નવી સિઝનના પહેલા એપિસોડથી જ કપિલ શર્મા અને તેની કોમેડિયન ટીમ દર્શકોનું મનોરંજન કરતી આવી છે.
શો ના નવા એપિસોડમાં જાણીતાં ગાયક ઉદિત નારાયણ, કુમાર સાનૂ અને અનુરાધા પૌડવાલ ગેસ્ટ તરીકે જાેવા મળ્યા છે. તેઓ આ શોમાં સંગીત સાથે જૂની યાદો લઈને પણ આવશે. ધ કપિલ શર્મા શોનો આ લેટેસ્ટ એપિસોડ સંગીત, રસપ્રદ કિસ્સા અને હાસ્યથી ભરપૂર રહ્યો.
એપિસોડની શરૂઆત કુમાર સાનૂના ગીત ‘ધીરે ધીરે સે મેરી ઝિંદગી મેં આનાથી થઈ જેના પર કપિલ શર્માએ ડાન્સ કર્યો હતો. ત્રણેય ગાયકોએ ‘ચાંદ સિતારે, મેં નિકલા ગડ્ડી લેકે અને ‘તમ્મા તમ્મા’ સહિત પોતાના હિટ ગીત પર પરફૉર્મ કર્યું હતું. અનુરાધા પૌડવાલે ઉદિત નારાયણ સાથે માધુરી દિક્ષિતનું લોકપ્રિય ગીત ‘ધક ધક’ પણ ગાયું.
તેમણે પોતાના વ્યક્તિગત જીવન સાથે જાેડાયેલા રસપ્રદ કિસ્સા પણ શેર કર્યા. કપિલે કુમાર સાનૂને પૂછ્યું કે તેમણે પોતાનું નામ કેદારનાથ ભટ્ટાચાર્ય કેમ બદલી નાખ્યું? ત્યારે કુમાર સાનૂએ કપિલને કહ્યું કે, ‘કલ્યાણજી-આણંદજીની સંગીતકાર જાેડીમાંથી કલ્યાણજીએ તેમને આ નામ એટલે આપ્યું કેમ કે તેમણે બંગાળી લહેકા સાથે વાત કરી હતી અને સંગીતકાર તેમને અસ્પષ્ટ નામ આપવા માગતા હતા, જેથી ઇન્ડસ્ટ્રીમાં તેઓ ટાઈપકાસ્ટ ન થાય. તો ઉદિત નારાયણે મજાકમાં અનુરાધા પૌડવાલને કહ્યું કે જાે હું તમારા લગ્ન પહેલા તમને મળ્યો હોત તો શું થાત? અનુરાધાએ જવાબ આપ્યો કે- ‘તો કદાચ મારું નામ અલકા જ રહેત.’
બીજી તરફ કપિલે મસ્તીમાં કહ્યું કે ઉદિત નારાયણે પાંચ મિનિટમાં ૧૦ વખત પૌડવાલનો હાથ સ્પર્શ્યો. ઉદિત નારાયણે કહ્યું કે યાજ્ઞિક અને પૌડવાલ સાથે રોમાન્સ કરીને તેમના ગીતો પર રોમાન્સ કરવો જરૂરી છે. તો સપનાં તરીકે કૃષ્ણા અભિષેકની એન્ટ્રી શોની સૌથી આકર્ષક ક્ષણમાંથી એક હતી. કૃષ્ણાએ આવીને આગવા અંદાજમાં મહેમાનોને હસાવવાનું શરુ કરી નાખ્યું હતું. કૃષ્ણાએ ઉદિત નારાયણને જાેઈને કહ્યું કે, તમને જાેઈને મામાજી યાદ આવી ગયા. આમ કહેતા જ કપિલ અને અર્ચના પૂરણ સિંહ હસવા લાગ્યા હતા.SSS