કૃષ્ણા અભિષેકે કપિલ શર્માનો શો છોડવાની ધમકી આપી

મુંબઈ: ધ કપિલ શર્મા શો’માં સપનાનો રોલ પ્લે કરીને લાખો દર્શકોના દિલ જીતનાર એક્ટર કૃષ્ણા અભિષેકે ગત એપિસોડમાં કપિલ શર્માને શો છોડવાની ધમકી આપી હતી. જો કે, તેણે આ વાત મજાકમાં કહી હતી. વાત એમ છે કે, શોના શનિવારના એપિસોડમાં કોરિયોગ્રાફર-ફિલ્મમેકર રેમો ડિસૂજા પોતાની ગેંગ સાથે મહેમાન બનીને આવ્યો હતો. જેમાં ધર્મેશ, સલમાન યુસુફ, પુનિત પાઠક તેમજ અન્ય ડાન્સર્સનો સમાવેશ થાય છે. કપિલ જ્યારે તમામ મહેમાન સાથે વાત કરી રહ્યો હતો
ત્યારે કૃષ્ણા, જે સપનાનો રોલ પ્લે કરી રહ્યો છે તેની એન્ટ્રી થઈ હતી. તે જેવો સ્ટેજ પર આવ્યો કે તરત જ આટલા બધા મહેમાનોને જોઈને ચોંકી ગયો હતો અને તેણે એન્ટ્રી લેતાની સાથે જ બધાને બાય-બાય કહ્યું હતું. આ અંગે પૂછતાં કૃષ્ણા અભિષેક ઉર્ફે સપનાએ કહ્યું હતું કે, ‘આટલા બધા મહેમાનોને શો પર કોણ બોલાવે છે? હું આ બધા મહેમાનોનું મનોરંજન કરી શકું નહીં. શોની પાસે એટલા લેખક પણ નથી, જેટલા મહેમાનોને તેમણે આમંત્રિત કર્યા છે. તેથી હું શો છોડીને જતી રહું છું’.
શો દરમિયાન કૃષ્ણા રેમો ડિસૂજાને ટોણો મારતો પણ જોવા મળ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘રેમોએ દેશના ખૂણે-ખૂણેથી આવેલા છોકરાઓને એક્ટર બનાવ્યા, સ્ટાર્સ બનાવ્યા પરંતુ તેની બિલ્ડિંગમાં એક છોકરો રહે છે તેના માટે કંઈ ન કર્યું’. આ સિવાય કૃષ્ણા એટલે કે સપના કે જે મસાજ પાર્લર ચલાવે છે. તેણે મહેમાનોને રેમો ડિસૂજા મસાજ કરાવવાનું કહ્યું હતું.
જે વિશે સવાલ પૂછતાં કપિલે કહ્યું હતું કે, ‘તેમાં શું હોય છે’. તો સપનાએ કહ્યું કે, ‘તેમાં અમે ગ્રાહકને કપડા કાઢીને ઊંઘાડી દઈએ છીએ અને મસાજ કરીએ છીએ’. તો કપિલે કહ્યું કે, ‘આ કેવું મસાજ છે, તેલ તો લગાવ્યું નહીં’. તો સપનાએ કહ્યું કે, ‘જે કામ નથી આપતા, તેને તેલ શું લગાવવાનું શો દરમિયાન સપનાએ પુનિત પાઠકને સગાઈ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને શોમાં આવવાના બદલે ફિયાન્સે સાથે સમય પસાર કરવાની સલાહ આપી હતી. કપિલે પણ પુનિતને શુભકામના પાઠવી હતી. જેના જવાબમાં પુનિતે આ વર્ષના અંતમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હોવાનું કહ્યું હતું.