કૃષ્ણા અભિષેકે હાલમાં જ નવી લક્ઝુરિયસ કાર ખરીદી
મુંબઈ, કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેક પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે. કૃષ્ણાએ હાલમાં જ નવી નક્કોર લક્ઝુરિયસ કાર ખરીદી છે. જેની તસવીરો કૃષ્ણાની બહેન અને ‘બિગ બોસ ૧૩’ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી આરતી સિંહે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આરતીને પોતાના ભાઈની ઉલબ્ધિ પર ગર્વ છે. આરતીએ જણાવ્યું કે, આ કાર ખરીદીને તેના ભાઈએ તેનું સપનું પૂરું કર્યું છે. આરતીએ ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે, જેમાં તે અને કૃષ્ણા નવી કારની આગળ ઊભેલા જાેવા મળે છે. આરતીએ ફોટો શેર કરતાં લખ્યું, મને તારા પર ખૂબ ગર્વ છે.
મને ગાડીઓને ક્યારેય શોખ નહોતો પરંતુ આ મારી ડ્રીમ કાર છે. હું અત્યારે તેને ખરીદી શકું તેમ નથી પરંતુ તેં આ ગાડી ખરીદીને મારું સપનું પૂરું કર્યું છે. તું આનો હકદાર છે કારણકે તેં ખૂબ મહેનત કરી છે. પ્રાઉડ સિસ્ટર. આરતીની આ પોસ્ટ પર કૃષ્ણાએ એવી કોમેન્ટ કરી છે જેણે સૌનું દિલ જીતી લીધું છે.
ફેન્સ કૃષ્ણા અને આરતી વચ્ચેના પ્રેમના ભારોભાર વખાણ કરી રહ્યા છે. કૃષ્ણાએ કોમેન્ટ કરતાં લખ્યું, આ કાર મારી નહીં તારી છે. આરતીએ કૃષ્ણાની આ કોમેન્ટ પર હાર્ટ ઈમોજી દ્વારા રિપ્લાય કર્યો છે. તો કૃષ્ણાની પત્ની કાશ્મીરાએ કોમેન્ટ કરતાં લખ્યું, આ કાર મારી પણ છે. જવાબમાં આરતીએ લખ્યું, ચોક્કસ, તું તેની લકી ચાર્મ છે.
જણાવી દઈએ કે, એક્ટ્રેસ આરતી સિંહ ઘણી સીરિયલોમાં જાેવા મળી ચૂકી છે. જાેકે, તેને પોપ્યુલારિટી ‘બિગ બોસ ૧૩’ દ્વારા મળી હતી. કેટલાક લોકોને આ શોમાં તેની ગેમ પસંદ આવી હતી તો કેટલાકે ટીકા કરી હતી. તે શોની ટોપ ૫માં સામેલ થઈ હતી.
જાેકે, સિદ્ધાર્થ શુક્લા આ સીઝનનો વિજેતા બન્યો હતો. આરતી સિંહ પોતાના ભાઈ કૃષ્ણા અભિષેક અને કઝિન રાગિણી ખન્ના સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની સાથેની તસવીરો શેર કરતી રહે છે. આરતી ‘વારિસ’, ‘પરિચય’ જેવી સીરિયલોમાં જાેવા મળી હતી.SSS