કૃષ્ના ડાઇગ્નોસ્ટિક્સ લિમિટેડનો IPO 4 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે
પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 933થી રૂ. 954, દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 5 (“ઇક્વિટી શેર”)
બિડ/ઓફર ખુલવાની તારીખ – 04 ઓગસ્ટ, 2021ને બુધવાર અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – 06 ઓગસ્ટ, 2021ને શુક્રવાર
ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 186.6 ગણી અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 190.8 ગણી છે
મુંબઈ, ભારતમાં સૌથી મોટી વિશિષ્ટ નિદાન સેવા પ્રદાતા પૈકીની એક (સ્તોત્રઃ ક્રિસિલ રિપોર્ટ) કૃષ્ના ડાઇગ્નોસ્ટિક્સ લિમિટેડનો આઇપીઓ 04 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે.
ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 933થી રૂ. 954 નક્કી થઈ છે. બિડ લઘુતમ 15 ઇક્વિટી શેર માટે અને પછી 15 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. ઓફર 06 ઓગસ્ટ, 2021ને શુક્રવારે બંધ થશે.
આઇપીઓમાં રૂ. 4,000 મિલિયનના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને 8,525,520 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (“ઓફર્ડ શેર્સ”) સામેલ છે, જેમાં ફિકેપિટલ ટ્રસ્ટ-ફિ કેપિટલ ગ્રોથ ફંડ-Iના 1,600,000 ઇક્વિટી શેર (“વિક્રેતા શેરધારક 1”), કિતારા PIIN 1104 દ્વારા 3,340,713 ઇક્વિટી શેર (“વિક્રેતા શેરધારક 2”),
સોમરસેટ ઇન્ડસ હેલ્થકેર ફંડ I લિમિટેડ દ્વારા 3,563,427 ઇક્વિટી શેર (“વિક્રેતા શેરધારક 3”) અને લોટસ મેનેજમેન્ટ સોલ્યુશન્સ (મયુર સિરદેસાઈ દ્વારા કામ કરે છે) દ્વારા 21,830 ઇક્વિટી શેર (“વિક્રેતા શેરધારક 4”) સામેલ છે. ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓના સબસ્ક્રિપ્શન માટે રૂ. 200.00 મિલિયન સુધીનું રિઝર્વેશન (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”) પણ સામેલ છે.
ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના રુલ 19(2)(બી), જેમાં થયેલા સુધારા (“એસસીઆરઆર”)ની શરતોને સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 31 અને સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(2) સાથે વાંચીને બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ કરવામાં આવી છે,
જેમાં ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ બાયર્સ (“ક્યુઆઇબી”), (“ક્યુઆઇબી પોર્શન”)ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચાવિચારણા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો વિવેકને આધારે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”).
સેબી આઇસીડીઆર નિયમનો મુજબ, એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો મહત્તમ એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને થયેલી ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સ મળવાને આધિન છે. એન્કર ઇન્વેસ્ટેર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો એન્કર રોકાણકારો સિવાય મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. જો નેટ ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો ક્યુઆઇબીને ફાળવી નહીં શકાય, તો કંપની બિડની રકમ રિફંડ કરશે.
વળી, સેબી આઇસીડીઆર નિયમનોને સુસંગત રીતે ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને તથા ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ (“આરઆઇબી”)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. ઉપરાંત રૂ. 200.00 મિલિયન સુધીના કુલ ઇક્વિટી શેર લાયકાત ધરાવતા કર્મચારીઓને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે.
એન્કર રોકાણકારો સિવાય તમામ બિડર્સને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રોસેસનો ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમણે તેમના સંબંધિત એએસબીએ ખાતાઓ (અહીં હવે પરિભાષિત કર્યા છે) પ્રદાન કરવી પડશે, જેમાં બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“એસસીએસબી”) દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ભંડોળ (“ચોખ્ખું ભંડોળ”)નો ઉપયોગ આ માટે કરશેઃ (1) પંજાબ, કર્ણાટક, હિમાચલપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નિદાન કેન્દ્રોની સ્થાપનાનાં ખર્ચને ધિરાણ કરવા; (2) કંપનીએ બેંકો અને અન્ય ધિરાણકારો પાસેથી લીધેલા ઋણની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી, સંપૂર્ણપણે કે આંશિક રીતે કરવા અને (3) સાધારણ કોર્પોરેટ કામગીરી માટે.
ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ (અગાઉ આઇડીએફસી સીક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી હતી), ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે.