Western Times News

Gujarati News

કેએલ રાહુલને ઈજા થતા ઋષભ પંત ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે

નવી દિલ્હી,દક્ષિણ આફ્રિકા સામે આવતીકાલથી શરૂ થઈ રહેલી પાંચ મેચની ટી૨૦ શ્રેણીના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને એક આંચકો લાગ્યો છે. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં કેપ્ટન તરીકે નિયુક્ત કરાયેલા કેએલ રાહુલ અને કુલદીપ યાદવ ઈજાગ્રસ્ત થયા છે, જેના કારણે તેઓ આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. રાહુલની જગ્યાએ હવે વિકેટ કીપર બેટ્‌સમેન ઋષભ પંત પ્રથમ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે.

આઈપીએલ ૨૦૨૨માં શાનદાર ફોર્મમાં રહેલા કુલદીપ યાદવ આ સીરિઝમાંથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો હતો, પરંતુ ઈજાગ્રસ્ત થવાથી ‘ચાઈનામેન’ શ્રેણી ગુમાવશે. હવે વાઇસ કેપ્ટન ઋષભ પંત કેપ્ટનશીપ સંભાળશે અને હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે.

ટી-૨૦નો કાર્યક્રમઃ ૧લી ટી૨૦, ૯ જૂન, દિલ્હી, બીજી ટી૨૦, ૧૨ જૂન, કટક, ત્રીજી ટી૨૦, ૧૪ જૂન, વિઝાગ, ૪થી ટી૨૦, ૧૭મી જૂન, રાજકોટ, પાંચમી ટી૨૦, ૧૯ જૂન, બેંગલુરુ.  તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યાથી રમાશે.

બંને ટીમોઃ ભારત – ઋષભ પંત (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

દક્ષિણ આફ્રિકા – ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રેઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી ન્ગીડી, એનરિચ નોર્ટજે, વેઈન પાર્નેલ, ડ્‌વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, તબરેઝ શમ્સી, ટ્રિસન સેંટ, રાબસી વેન ડેર ડ્યુસેન, માર્કો યાનસેન.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.