કેએલ રાહુલ વિન્ડીઝ સામેની ટી-૨૦ સિરિઝમાંથી આઉટ
નવી દિલ્હી, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં સ્નાયુ ખેંચાતા ભારતીય ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલ વનડે હવે ટી-૨૦ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. જાેકે સામે પક્ષે બીસીસીઆઈએ ઋતુરાજ ગાયકવાડને રીપ્લેસમાં ટીમમાં શામેલ કર્યો છે. જાેકે વાઈસ કેપ્ટન કોણ હશે તેની જાહેરાત કરવામાં નહોતી આવી.
રાહુલ બાદ હવે સ્પીનર વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ પણ સ્નાયુ ખેંચાતા અને અન્ય કારણોસર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-૨૦ શ્રેણીમાંથી બહાર થયા છે. તેને સ્થાને બીસીસીઆઈ સિલેક્શન કમિટીએ ત્રીજી વનડેમાં શાનદાર પ્રદર્શન કરનાર કુલદિપને મોકો આપ્યો છે. ૧૬મી ફેબ્રુઆરીથી શરૂ થતી કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે રમાનારી ત્રણ મેચોની પેટીએમ ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ સોમવારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટના નવા વાઇસ-કેપ્ટન તરીકે રિષભ પંતના નામની જાહેરાત કરી છે.
પ્રથમ મેચ ૧૬ ફેબ્રુઆરી, બીજી મેચ ૧૮ ફેબ્રુઆરી અને ત્રીજી મેચ ૨૦ ફેબ્રુઆરીએ રમાશે.
ઈન્ડિયા વર્સીસ વેસ્ટ ઈન્ડિઝ -૨૦ સીરીઝ માટે ભારતનું સ્કવોડઃ રોહિત શર્મા (સુકાની), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત (વાઈસ કેપ્ટન) (વિકેટકીપર), વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, રૂતુરાજ ગાયકવાડ, દીપક હુડા, કુલદીપ યાદવ.SSS