કેકે એ છેલ્લું ગીત ફિલ્મ શેરદિલ માટે ગાયું હતું
કેકેએ ગાયેલું અને તેની હયાતીમાં છેલ્લે રિલીઝ થયેલું ગીત રણવીર અને દીપિકા પાદુકોણની ફિલ્મ ૮૩નું છે
મુંબઈ, અચાનક મોત સાથે કરોડો ચાહકોને રડાવી ગયેલા સિંગર કેકેએ પોતાનું સંભવતઃ છેલ્લું ગીત શેરદિલ ફિલ્મ માટે ગાયું હતું. આ ગીત હજુ રિલીઝ થવાનું બાકી છે.કેકેએ ગાયેલું અને તેની હયાતીમાં છેલ્લે રિલીઝ થયેલું ગીત રણવીર અને દીપિકાની ફિલ્મ ૮૩નું છે. પરંતુ હજુ ગયા એપ્રિલમાં જ તેણએ શ્રીજીત મુખરજીની ફિલ્મ શેરદિલ માટે એક ગીત રેકોર્ડ કર્યું હતું.
યોગાનુયોગે આ ગીત ગુલઝારે લખ્યું હતું. દાયકાઓ અગાઉ ગુલઝારે લખેલાં માચીસનાં ગીતોથી કેકેને પ્રસિદ્ધિ મળી હતી.કેકેએ ત્યારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વર્ષો પછી ગુલઝારના શબ્દોને ગાવાનો મોકો મળ્યો તેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો અને રેકોર્ડિંગ વખતની તસવીરો પણ શેર કરી હતી. કેકેએ લખ્યું હતું કે દિલ્હીમાં હું અને શાંતનુ મોઇત્રા સાથે મળીને ગીતો રચતાં હતાં.
આજે તેના માટે ગીત રેકોર્ડિંગની અદ્ભૂત ક્ષણો અમે સાથે ગાળી. આ ગીત મારા જુના મિત્ર અદ્ભૂત એવા ગુલઝાર સાહેબની રચના છે. મારા નવા મિત્ર શ્રીજીત પારેખની શેરદિલ માટે આ ગીત ગાયું છે. મારા પર ભરોસો મુકવા બદલ સૌને ધન્યવાદ.
શ્રીજીત પારેખનું લેખન અને દિગ્દર્શન ધરાવતી આ ફિલ્મ આગામી તા. ૨૪ જુને રિલીઝ થવાની છે.ss2kp