કેક ખવડાવવાના મુદ્દે યુવકને ચપ્પાના ઘા માર્યાં

વસ્ત્રાલ વિસ્તારમાં બનેલો ચોંકાવનારો બનાવઃ યુવકની હાલત ગંભીર
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના રામોલ પોલીસ સ્ટેશન હેઠળના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા મ્યુનિ. બગીચાની સામે માધવ સ્કુલની પાછળ ગંગા એપાર્ટમેન્ટમાં રાજકુમાર અશ્વિનભાઈ ઝાલા તેમના પરિવાર સાથે રહે છે અશ્વિનભાઈ પોતે રીક્ષા ચલાવે છે તથા તેમના પÂત્ન જયશ્રીબેન ટિફિનનો ધંધો કરે છે
જેના પરિણામે તેમના પતિ ટિફિન પહોંચાડવાની કામગીરી પણ કરે છે. રાજકુમાર અશ્વિનભાઈના માતા-પિતા બાપુનગર ભીડભંજન હનુમાન મંદિરની પાછળ રહે છે પતિ-પત્ની બંને કમાતા હોવાથી તેઓ દિવસભર વ્યસ્ત જાવા મળતા હોય છે અને બંને એકબીજાને મદદ કરતા હોય છે. પતિ સાંજે રીક્ષા લઈ ઘરે પરત ફર્યા બાદ ઘરની નજીક નકકી કરેલા ટીફિન આપવા માટે જાય છે તા.ર૭મીના રોજ રાત્રે ૧૦.૦૦ વાગ્યે રાજકુમાર અશ્વિનભાઈ ઓટો રીક્ષા લઈને ઘરે આવેલા આ દરમિયાન તેમના મિત્ર જગદીશભાઈ તેમની પાસે ઓટો રીક્ષા માંગવા આવ્યા હતા અને થોડી જ વારમાં પરત આપી જઈશ તેવુ જણાવી જતા રહયા હતા. થોડો સમય થવા છતાં જગદીશભાઈ નહી આવતા અશ્વિનભાઈ ફલેટના ઝાંપે જઈ ઉભા રહયા હતાં.
ફલેટના ઝાંપે રાજકુમાર અશ્વિનભાઈ ઉભા હતા ત્યારે તેના અન્ય કેટલાક મિત્રો પણ આવી પહોંચ્યા હતા અને તેઓ ફલેટના ઝાંપે ઉભા હતા આ દરમિયાનમાં ફલેટની સામે જ આવેલા બગીચા પાસે કેટલાક છોકરાઓ એક મિત્રના જન્મ દિવસની કેક કાપીને ઉજવણી કરી રહયા હતાં સામે જ અશ્વિનભાઈ તથા તેમના મિત્રો ઉભા હતા તેથી આ છોકરાઓ તેમને પણ કેક ખવડાવવા આવ્યા હતાં. રાજકુમાર નામના યુવકે આ કેક ના ટુકડા લઈ હાજર તમામને ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો
પરંતુ નિખીલે કેક ખાવાની ના પાડી હતી અને કેકનો ટુકડો નીખીલના શર્ટ પર પડતાં બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તે ઘરે ગયો હતો થોડીજ વારમાં નીખિલ પરત આવ્યો હતો અને તેના હાથમા તીક્ષ્ણ ધારવાળુ ચપ્પુ હતું નીખીલે રાજકુમાર સાથે બોલાચાલી શરૂ કરી હતી અને તેના હાથમાં રહેલુ ચપ્પુ રાજકુમારના પેટમાં મારી દીધું હતું
જેના પગલે રાજકુમાર લોહી લુહાણ થઈ ગયો હતો આ અંગેની જાણ તેની પત્નિ ને કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતાં અને લોકોનું ટોળુ પણ ભેગુ થઈ ગયુ હતું આ દરમિયાનમાં આ જ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશભાઈ પરમાર તેમની ગાડી લઈ આવી પહોંચ્યા હતા અને ગાડીમાં રાજકુમારને બેસાડી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જયાં તબીબોએ તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી છે
જાકે રાજકુમારની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહયું છે આ અંગે રામોલ પોલીસે નિખીલ ભરતભાઈ નકુમ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે અને આરોપી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.