કેજરીવાલથી ડરીને ભાજપ હિમાચલમાં મુખ્યમંત્રી બદલી રહી છેઃ મનીષ સિસોદિયા

નવીદિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં મળેલી જીતે આમ આદમી પાર્ટીમાં નવો જુસ્સો આપ્યો છે. હવે પાર્ટીની નજર હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પર ટકેલી છે.
અહીં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સ્થિતિમાં હવે આપ બંને રાજ્યોમાં સક્રિય જાેવા મળી રહી છે.
આ દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાનું કહેવું છે કે કેજરીવાલના હિમાચલ પ્રદેશમાં જવાના ડરથી બીજેપી પોતાના સીએમ બદલવા જઈ રહી છે, જેના પર મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ પલટવાર કર્યો છે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ગુરુવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કેજરીવાલ તે દિવસે હિમાચલ પ્રદેશ ગયા હતા અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
બીજેપી એટલી બધી નર્વસ છે કે તે ત્યાં પોતાનો સીએમ બદલવા જઈ રહી છે. અમારા વિશ્વસનીય સૂત્રોએ અમને જણાવ્યું કે ૪.૫ વર્ષ સુધી સીએમ જયરામ ઠાકુરની નિષ્ફળતા બાદ ભાજપ અનુરાગ ઠાકુરને સીએમ બનાવશે.
સિસોદિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભાજપ જયરામ ઠાકુરને બદલીને અનુરાગ ઠાકુરને હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી બનાવવા માંગે છે. ભાજપને તેમની નિષ્ફળતા યાદ આવી ગઈ છે અને ખબર પડી ગઈ છે કે સીએમ જયરામે જનતા માટે કંઈ કર્યું નથી.
બીજી તરફ મનીષ સિસોદિયાના નિવેદન પર મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પોતાનો જવાબ આપ્યો છે. હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરે આપ નેતાના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે શું તેમને પૂછીને ર્નિણય લેવામાં આવશે? મારે જાણવું છે કે આમાં તેમને શું ફાયદો છે? અરવિંદ કેજરીવાલ આવીને ચાલ્યા ગયા હતા. તેની અપેક્ષાથી વિપરીત તેને આ દ્રશ્ય જાેવા મળ્યું. હું આને સખત રીતે નકારું છું.HS