કેજરીવાલના ઘરે હુમલો, સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી બેરિયર તોડ્યા
નવી દિલ્લી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે હુમલાની ઘટના બની છે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટિ્વટ કરીને જણાવ્યુ કે અમુક અસામાજિક તત્વોએ સીએમ કેજરીવાલના ઘરે હુમલો કરીને સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી બેરિયર તોડી દીધા.
આ ઉપરાંત ગેટ પર લાગેલા બુમ બેરિયર પણ તોડી દીધા છે. મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો, ‘ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલના ઘરે તોડફોડ કરી’, એટલુ જ નહિ તેમણે કહ્યુ, ભાજપની પોલિસ તેમને રોકવાના બદલે દરવાજા સુધી લઈ આવી.
ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ પણ ટિ્વટ કરીને ભાજપને આ ઘટના માટે જવાબદાર ગણાવ્યુ છે. વળી, દિલ્લી પોલિસ પર આરોપ લગાવીને દાવો કર્યો કે તેમની હાજરીમાં આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે.
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ ટિ્વટ કરીને કહ્યુ છે કે માનનીય મુખ્યમંત્રીજીના આવાસ પર ભાજપના ગુંડાઓ દ્વારા કરાવવામાં આવેલ હુમલો ખૂબ જ નિંદનીય છે.
પોલિસની હાજરીમાં આ ગુંડાઓએ બેરિકેડ તોડ્યા, સીસીટીવી કેમેરા તોડ્યા, પંજાબની હારની અકળામણમાં ભાજપવાળા આટલી ઘટિયા રાજનીતિ પર ઉતરી આવ્યા.
૫૦ લોકોની કરી અટકાયત સીએમ કેજરીાલના ઘરે થયેલા હુમલાની માહિતી આપીને દિલ્લી નૉર્થના ડીસીપીએ કહ્યુ કે ભાજયુમોનુ વિરોધ પ્રદર્શન ચાલુ હતુ જેમાં અમુક પ્રદર્શનકારીઓએ હોબાળો કરી દીધો અને બબાલ મચાવીને સીસીટીવી પર હુમલો કરીને મુખ્યમંત્રીના આવાસની બહાર પેઈન્ટ ફેંક્યો. પોલિસના જણાવ્યા મુજબ આ ઘટનાને લઈને ૫૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.HS