Western Times News

Gujarati News

કેજરીવાલની પંજાબના ધારાસભ્યો સાથે ચુંટણી રણનીતિ પર ચર્ચા

ચંડીગઢ: પંજાબના લોકોને ૩૦૦ યુનિટ મફત વિજળી આપવાની જાહેરાત કરી કેજરીવાલે પહેલા જ વિધાનસભા ચુંટણીનું બ્યુગલ ફુંકી દીધુ છે.જયારે પાર્ટી હવે કિસાનો માટે મોટી જાહેરાત કરી પંજાબની જીત નક્કી કરવાની રણનીતિ અપનાવશે આ બાબતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પાર્ટી નેતાઓ સામાન્ય જનતાને મળી તેમનો મત જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

હકીકતમાં અરવિંદ કેજરીવાલે પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી અને વિધાનસભા ચુંટણીની તૈયારીઓ પર ચર્ચા કરી હતી તેમણે એ જાણવાનો પ્રયાસ કર્યો કે પંજાબના લોકોનું દિલ જીતવા માટે અને કયાં મુદ્દા પર રણનીતિ બનાવી શકાય છે તેમં તમામ ધારાસભ્યોએ કિસાનોન્‌ કેન્દ્રમાં રાખી રણનીતિ બનવવાનું સુચન કર્યું હતું જેને પર કેજરીવાલ પણ સહમત જાેવા મળ્યા હતાં

બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને કહ્યું કે પાર્ટી સમજે છે કે ૨૦૧૭ની ચુંટણીમાં કેટલીક કમીઓ રહી ગઇ હતી પરંતુ પાર્ટી તમામ ધારાસભ્યો નેતાઓ કાર્યકર્તાઓ અને અન્ય લોકોને મળી એ સમજવા ઇચ્છે છે કે લોકો માટે વધુ સારી યોજના શું તૈયાર કરી શકાય છે તેમણે કહ્યું કે ૨૦૧૭ની કમીઓને દુર કરતા તે આ વખતે જીત નક્કી કરવાનો પુરો પ્રયાસ કરશે તેમણે કેન્દ્ર અને કોંગ્રેસની રાજય સરકાર પર પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે રાજય સરકાર નિષ્ફળ ગઇ છે. કોંગ્રેસની આંતરિક લડાઇનું નુકસાન પંજાબના લોકોને ભોગવવું પડી રહ્યું છે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર છેલ્લા સાત મહીનાથી આંદોલન કરી રહેલ કિસાનોની વાત સાંભળવા માટે તૈયાર નથી. કિસાનોની યોગ્ય માંગણીનો કેન્દ્ર સરકારે સ્વીકાર કરી કિસાન વિરોધી કૃષિ બિલોને પાછા લેવા જાેઇએ અમારી પાર્ટી કિસાનોની સાથે છે આપની યોજાયેલી બેઠકમાં આપના પંજાબ પ્રભારી અને ધારાસભ્ય જનરૈલ સિંહ સહ પ્રભારી રાધવ ચઢ્ઢા અને અન્ય નેતા પણ હાજર હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.