કેજરીવાલની હવે ગુજરાત અને હિમાચલ પર નજર
અમદાવાદ, ગુરુવારે પંજાબમાં પ્રચંડ જનાદેશ સાથે જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટીનો જાેશ હાઈ છે. હવે પાર્ટીની નજર સંભવિત રૂપે આ વર્ષના અંતમાં થનાર ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પર રહેશે. ખાસ વાત એ છે કે, પાર્ટી ગુજરાતમાં પહેલેથી જ પ્રચાર મોડમાં કામ કરી રહી છે.
૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં બીજા ક્રમે આવેલી છછઁએ આ વખતે ૯૨ બેઠકો જીતી છે. જ્યારે, શાસક પક્ષ કોંગ્રેસ ૧૮ બેઠકો પર સમેટાઇ ગયું હતું. વરિષ્ઠ નેતાઓના જણાવ્યા અનુસાર, ગુજરાત અને હિમાચલ પ્રદેશ મુખ્યત્વે છછઁના રડાર પર છે.
પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું, “હાલમાં અમે એવું નથી કહી રહ્યા કે, અમે ગુજરાત જીતીશું. પરંતુ મોદીના પદ પર આવ્યા બાદ રાજ્યમાં કંઈક બદલાવ આવ્યો છે, જેમાં પાટીદાર આંદોલન, ઉના આંદોલન અને ૨૦૧૭માં કોંગ્રેસની સારી કામગીરીમાં સામે આવી છે.
પરંતુ કોંગ્રેસે હાર માની લીધી છે અને આપ માટે મેદાન ખુલ્લુ મૂકી દીધું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, “આપે પહેલા જ સુરતના પટેલ બેલ્ટમાં ૨૭ સીટો જીતીને કોંગ્રેસનું મનોબળ ભાંગ્યુ છે. સૌરાષ્ટ્ર બેલ્ટમાં પાર્ટીની શાખ મજબૂત બની છે. ગુજરાતમાં છછઁ કોંગ્રેસની ખાલી પડેલી જગ્યા ભરવાનો પ્રયાસ કરી રહી છે.
રિપોર્ટ અનુસાર આગામી મહિને કેજરીવાલ અને પંજાબના ભાવિ મુખ્યમંત્રી ભગવંત માન વડાપ્રધાનના ગૃહ રાજ્યમાં પહોંચીને છછઁના અભિયાનને મજબૂત કરી શકે છે. દિલ્હીમાં કોંગ્રેસનો એક વોટર વર્ગ હતો, જે છછઁ પાસે ચાલ્યો ગયો છે. જ્યારે પણ કોંગ્રેસે પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે તેનાથી છછઁને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં આપ હવે હિમાચલ પ્રદેશ તરફ મીટ માંડીને બેઠી છે, જ્યાં ગુજરાત પહેલા મતદાન થશે. પાર્ટીના એક નેતાએ જણાવ્યા અનુસાર, પંજાબમાં જીત બીજા રાજ્યોમાં અમારા માટે દરવાજા ખોલ્યા છે.
હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં અમે એક નવી શરૂઆતની આશા રાખીએ છીએ, કારણ કે પંજાબે અમારા અભિયાનને વધુ મજબૂત અને દ્રઢ બનાવ્યું છે. જાેકે, હજુ પાયાનું કામ બાકી છે. હિમાચલમાં રાજનૈતિક જ્ઞાતિ અને ક્ષેત્રીય ગણિત થોડું જટિલતા છે. ખાસ વાત એ છે કે, આપની રાષ્ટ્રીય મહત્વકાંક્ષાઓ નવી નથી.
૨૦૧૩માં દિલ્હીમાં ૨૮ બેઠકો જીત્યા બાદ, પાર્ટીએ ૨૦૧૪માં ૪૦૦ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. પાર્ટીએ ચાર બેઠકો જીતી હતી અને આ તમામ બેઠકો પંજાબમાં હતી. આ પછી છછઁએ દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ર્નિણય કર્યો અને ૨૦૧૫માં બહુમતી સાથે જીત મેળવી.
વર્ષ ૨૦૧૯માં પાર્ટીએ માત્ર ૧૦૦ લોકસભા ઉમેદવારો ઉભા રાખ્યા હતા. અહેવાલ મુજબ, પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, “૨૦૧૪ની ચૂંટણીઓ સાથે અમે અમારી રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ સ્પષ્ટ કરી દીધી હતી, પરંતુ તેને વિરોધનું સમર્થન નહોતું. ત્યારે અને હવે વચ્ચેનો ફરક એટલો જ છે કે, હવે અમારી પાસે સાબિતી છે.SSS