Western Times News

Gujarati News

કેજરીવાલ પંજાબCM ભગવંત માન સાથે 2 એપ્રિલે બાપુનગરથી નિકોલ સુધી રોડ શો કરશે

અમદાવાદ, પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની નજર હવે ડિસેમ્બર 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 એપ્રિલના રોજ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે.

AAP દ્વારા બન્ને નેતાના રોડ શોને લઈ પોલીસ પરમિશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે બાપુનગર પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી નિકોલ ખોડિયાર મંદિર સુધી 4 કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.

આમ આદમી પાર્ટીનાં વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, પંજાબમાં ભવ્ય વિજય બાદ હવે ગુજરાતમાં AAP ભાજપ સરકાર સામે વધુ મજબૂતાઈથી લડત લડવા માટે સ્ટ્રેટજી બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP પોતાની જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.