કેજરીવાલ વિરૂદ્ધ નિર્ભયાની માતા ચૂંટણી લડી શકે છે
નવીદિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નિર્ભયાની માતા આશાદેવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આશાદેવી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ અને નિર્ભયાની માતા આશાદેવી વચ્ચે વાતચીત પણ થઇ ચૂકી છે અને પાર્ટી ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે.
નિર્ભયાની માતા આશાદેવી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સીએમ અરવિંદ કેજરીવાલ સામે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. તાજેતરમાં જ તેમણે નિર્ભયા દોષીઓને ફાંસી આપવામાં મોડા થવા માટે અરવિંદ કેજરીવાલ અને ભાજપ પર નિશાન સાધ્યું છે.
નિર્ભયા કેસના ગુનેગારોએ સજા દરમિયાન જેલમાં કમાયા આટલાં રૂપિયા, આ લોકોને મળશે રૂપિયા દિલ્હી ગેંગરેપ મામલે આશાદેવીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર જાણી જોઇને મોડું કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રાજનીતિ માટે દોષિતોને ફાંસી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેના પર અરવિંદ કેજરીવાલે જવાબ આપતા કહ્યું કે, અમે ઇચ્છી રહ્યા છીએ કે, તેમણે ઝડપથી ફાંસી આપવામાં આવે છે.