કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય: UKથી આવનારાનો થશે RT-PCR ટેસ્ટ

નવી દિલ્હી, બ્રિટનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેન વચ્ચે ત્યાંથી ભારત આવતી ફ્લાઈટને શરૂ કરી દેવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે બ્રિટનથી આવનારા મુસાફરો માટે આદેશ જાહેર કર્યો છે.
આદેશ પ્રમાણે UKથી આવનારા તમામ મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાતપણે કરાવવો પડશે અને તેનો ખર્ચ પણ જે-તે મુસાફરે આપવો પડશે.
જો મુસાફર પોઝિટિવ આવ્યો તો તેને અલગ ઈન્સ્ટિટ્યૂશનલ આઈસોલેશ ફેસેલિટિમાં રાખવામાં આવશે. એ સિવાય જો મુસાફર નેગેટિવ આવ્યો તો તેને 7 દિવસ માટે ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટિન કરવામાં આવશે અને બાદમાં 7 દિવસ હોમ ક્વોરન્ટિ કરવામાં આવશે. આ આદેશ પ્રાયોગિક ધોરણે 14 જાન્યુઆરી સુધી જાહેર કર્યો છે.
જ્યારે કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી હતી તે પ્રમાણે UKથી આવનારા મુસાફર એરપોર્ટ પર થયેલા ટેસ્ટમાં નેગેટિવ આવે તો તેને 14 દિવસ ઘરે રહેવાની સલાહ આપવામાં આવશે. જ્યારે દિલ્હી સરકારે 7 દિવસ ઈન્સ્ટિટ્યૂશન ક્વોરન્ટિન અને 7 દિવસ હોમ ક્વોરન્ટિન કરવાનો આદેશ જાહેર કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા ગુરુવારે દિલ્હીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે UKથી આવી રહેલી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લાગૂ કરવાની માંગ કરી હતી. તેમની સાથે દિલ્હીના આરોગ્ય મંત્રી સંત્યેન્દ્ર જૈને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ આ માંગ ઉઠાવી હતી.