કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસ પાસેથી ડીટીસીની બસો પાછી માંગી
નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ ચાલી રહેલ કિસાન પ્રદર્શન અને દિલ્હીની સીમાઓ પર સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસથી ડીટીસી બસોને પાછા આપવા માટે જણાવ્યું છે દિલ્હી પરિવહન વિભાગે ડીટીસીને નિર્દેશ આપી દિલ્હી પોલીસને આપવામાં આવેલ ૫૭૬ બસોને પાછી લેવા કહ્યું છે હકીકતમાં ડીટીસીની આ બસો સુરક્ષા એજન્સીઓ દ્વારા કિસાન પ્રદર્શન દરમિયાન અવરજવર માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી.
પરિવહન વિભાગના અધિકારીએ કહ્યું કે શહેરના વિવિધ વિસ્તારોમાં તહેનાતી માટે પોલીસ અને અર્ધસૈનક દળના કર્મચારીઓની અવરજવર માટે લો ફલોર ડીટીસી બસોનો મોટાપાયા પર ઉપયોગ કરવામાં આવે છે અધિકારીઓએ કહ્યું કે સંબંધિત વિભાગોને બસોને તાકિદે છોડવા માટે કહેવામાં આવ્યું છે અધિકારીએ કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવેલ ટીડીસીથી લેવામાં આવેલ રિપોર્ટથી જાણવા મળે છે કે દિલ્હીના ડેપોમાં ૨૦ ટકાથી વધુ બસો વિશેષ ભાડા પર ચાલી રહી છે એટલું જ નહીં ૨૬ જાન્યુઆરીની હિંસા દરમિયાન અનેક બસોને નુકસાન થયું છે સરકારી અધિકારીએ કહ્યું કે વિશેષ ભાડા પર ચાલી રહેલ ડીટીસીની બસોને તાકિદના પ્રભાવથી પાછા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અધિકારીઓ દ્વારા એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે વિશેષ ભાડા હેઠળ બસોને લેવા માટે દિલ્હી પોલીસ કે કોઇ સુરક્ષા એજન્સીએ સરકારની મંજુરી લેવી પડશે.
દિલ્હી સરકારના આ નિર્ણયની પાછળ અનેક કારણો છે એક તો જિલ્હી સરકારને ડેપોમાં બસોની કમી સતત ફરિયાદ મળી રહી છે અને બીજીબાજુ આંદોલનમાં બસોને ભારે નુકસાન થયું છે એટલું જ નહીં દિલ્હી પલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા બસોનો ઉપયોગ બેરિકેડિંગ માટે કરવામાં આવી રહ્યો છે જેથી બસોને નુકસાન થવાની આશંકા છે. દિલ્હી સરકારનો નિર્ણય એવા સમયે આવ્યો છે જયારે દિલ્હીની સીમાઓ પર ભારે સંખ્યામાં પોલીસ અને પેરામિલિટ્રી દળોની તહેનાતી કરવામાં આવી રહી છે અહીં કિસાનો છેલ્લા બે મહીનાથી પ્રદર્શન કરી રહ્યાં છે.HS