કેજીએફ ચેપ્ટર-૨ ૧૪ એપ્રિલ, ૨૦૨૨એ રિલીઝ કરાશે
મુંબઈ, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની મોસ્ટ અવેટેડ ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨ની રાહ જાેઈ રહેલા લોકો માટે ખુશખબરી છે. હકીકતમાં, ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને આ વર્ષે જુલાઈમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને પગલે તેની રિલીઝને ટાળી દેવાઈ હતી. રક્ષાબંધનના ખાસ પ્રસંગે ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨’ની નવી રિલીઝ ડેટ જાહેર કરાઈ છે. આ ફિલ્મ ૧૪ એપ્રિલ, ૨૦૨૨એ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મના લીડ સ્ટાર્સ યશ અને સંજય દત્ત સહિત ડાયરેક્ટર અને પ્રોડક્શન કંપનીએ સોશિયલ મીડિયા પર રિલીઝ ડેટની જાહેરાત કરી છે. બધાએ સરખી જ પોસ્ટ શેર કરી છે.
સંજય દત્તએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨’નું પોસ્ટર શેર કર્યું છે. તેની સાથે સંજય દત્તે લખ્યું છે કે, ‘આજની અનિશ્ચિતતાઓ માત્ર આપણા સંકલ્પમાં મોડું કરશે, પરંતુ જેવું વચન અપાયું હતું, એવું જ થશે. અમે ૧૪ એપ્રિલ, ૨૦૨૨એ થિયેટરોમાં રિલીઝ કરીશું.’ ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ કન્નડ, તમિળ, તેલુગુ, મલયાલમ અને હિંદીમાં રિલીઝ થશે. ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨’ વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૧’ની સીક્વલ છે. ફિલ્મની સિક્વલથી સંજય દત્ત કન્નડમાં એક્ટિંગની શરૂઆત કરી રહ્યો છે. આ ફિલ્મમાં યશ અને સંજય દત્ત ઉપરાંત પ્રકાશ રાજ, માલિવાક અવિનાશ, રવીના ટંડન અને શ્રીનિધિ શેટ્ટી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.SSS