કેટરિનાએ પતિ વિકી કૌશલ માટે જાતે બનાવ્યો નાસ્તો

મુંબઇ, બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફના થોડા મહિના પહેલા જ લગ્ન થયા છે. ત્યારે એક્ટ્રેસ કેટરિના કૈફે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે કે જેમાં ખાસ વાનગી જાેવા મળી રહી છે.
વાનગીનો ફોટો શેર કરતા એક્ટ્રેસ કેટરિના કૈફે લખ્યું કે ‘હબી (પતિ) માટે મેં રવિવારે બનાવેલો નાસ્તો’. કેટરિનાએ પતિ વિકી કૌશલ માટે બનાવેલી આ વાનગી ઈંડાની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અહીં નોંધનીય છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્ન બાદ જૂહુમાં આવેલા પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. જૂહુમાં આવેલા સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાંથી દરિયાનો સુંદર નજારો જાેવા મળે છે સાથે જ ઉછળતાં મોજાંનો અવાજ સંભળાય છે.
જૂહુના કિનારે આવેલું રાજ મહેલ બિલ્ડિંગ ખરેખર અંદરથી કોઈ મહેલથી ઓછું નથી. કેટરિના અને વિકીએ જૂહુમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. આ બિલ્ડિંગની ખાસિયત એ છે કે, તમે પોતાના ઘરમાં બેઠાં-બેઠાં સમુદ્રનો આનંદ લઈ શકો છો. રિપોર્ટ મુજબ, શહેરની ભીડથી દૂર સમુદ્ર કિનારાના નજીક આ બિલ્ડિંગ આવેલું છે.
દરેક ફ્લોર પર ૫૦૫૫.૪૨ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો ફ્લેટ છે. આ સુંદર બિલ્ડિંગમાં જવા માટે વચ્ચે એક પ્રાઈવેટ રસ્તો પણ આપવામાં આવ્યો છે.
બેડરૂમની બાલકનીમાં બેસીને શાંતિથી સમય વિતાવી શકો છો. સામે ઉછળતાં દરિયાના મોજાં જાેઈને મનને શાંતિ પણ મળે છે.
જણાવી દઈએ કે, વિકી અને કેટરિનાએ જે બિલ્ડિંગમાં ઘર લીધું છે તેમાં જ ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે રહે છે.
વિકી અને કેટરિનાના લગ્ન વખતે અભિનંદન પાઠવતાં અનુષ્કાએ ખુશી વ્યક્ત કરી હતી કે આ કપલ જલદી જ તેમનું પાડોશી બનશે અને તેમના ઘરમાંથી કંસ્ટ્રક્શનના જે અવાજાે આવતા હતા તે બંધ થઈ જશે.
વિકી કૌશલ અને કેટરિના કૈફે ૯ ડિસેમ્બર, ૨૦૨૧ના દિવસે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા સિક્સ સેન્સિસ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. કપલના શાહી લગ્નમાં અંગત મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા.
લગ્ન બાદ તેઓ મિનિ હનીમૂન માટે માલદીવ્સ ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી તેમણે નવા ઘરમાં ગૃહપ્રવેશ પૂજા કરી હતી.SSS