કેટરિનાએ લગ્ન પહેલા સબ્યસાચીની સાડી પહેરી
મુંબઈ, વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્ન છે. આ સ્ટાર કપલે રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યું અને અત્યંત નજીકના મહેમાનોને આમંત્રણ આપ્યું. આ લગ્નમાં તમામ વસ્તુઓ ઘણી ખાસ હતી. કેટરિનાની મહેંદીથી લઈને કપડા સુધી દરેક વસ્તુને ખાસ થીમ પર તૈયાર કરવામાં આવી હતી.
લગ્ન પછી કેટરિના કૈફ અને વિકી કૌશલ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વિવિધ ફંક્શન્સની તસવીરો શેર કરી રહ્યા છે. તેમણે લગ્ન, પીઠી અને મહેંદીની તસવીરો શેર કરી. ગઈકાલે પ્રી-વેડિંગ એક ફંક્શનની તસવીરો પણ શેર કરવામાં આવી. આ તસવીરોમાં જાેઈ શકાય છે કે કેટરિનાએ સુંદર સાડી પહેરી છે.
કેટરિનાની આ સાડી ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરી છે. આ સાડી કેટરિના માટે ઘણી ખાસ છે, તેણે આ આઉટફિટના માધ્યમથી પોતાના માતાના હેરિટેજને ટ્રિબ્યુટ આપ્યું છે. સબ્યસાચીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સાડી વિષે વિસ્તૃતમાં જાણકારી આપી છે. તેણે લખ્યું છે કે, કેટરિના પોતાના માતાના કલ્ચરને લગ્નમાં શામેલ કરવા માંગતી હતી. માટે ખ્રિસ્તી વેડિંગ ડ્રેસને ધ્યાનમાં રાખીને વેડિંગ ગાઉન લુક જેવા વેલ સાથે આ સાડી તૈયાર કરવામાં આવી છે.
આ સાડી પેસ્ટલ રંગમાં છે અને Tulle ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાડીમાં હેન્ડ કટ વર્ક વાળા ફૂલ લગાવવામાં આવ્યા છે. ડિઝાઈનર સબ્યસાચીએ કહ્યું કે, આ સાડીનું ભરતકામ બંગાળના ખાસ કારીગરોએ કર્યું છે. સેમી પ્રિશિયલ જેમ સ્ટોન અને ક્રિસ્ટલ વર્ક વાળી આ સાડી તૈયાર કરવામાં ૪૦ લોકોની મહેનત છે. તેમણે ૧૮૦૦ કલાકમાં આ સાડી તૈયાર કરી છે.
ઘરેણાંની વાત કરીએ તો તેને હેરિટેજ ટચ આપવા માટે ઓપલ અને આછા પીળા રંગ વાળા રશિયન એમરલ્ડ્સથી સજ્જ અનકટ ડાયમંડ વાળા ચોકર નેકલેસ સાથે પેર કરવામાં આવ્યા છે.
સબ્યસાચીએ વિકી કૌશલના આઉટફિટની પણ જાણકારી આપી છે. વિકીએ બેંગ્લોર સિલ્કની શેરવાની અને સાથે મેચિંગ ચૂડીદાર પહેર્યું છે. રોયલ ટચ માટે શેરવાનીમાં રોયલ બંગાલ ટાઈગરના લુક વાળા ગોલ્ડ પ્લેટેડ બટન લગાવવામાં આવ્યા છે. કેટરિના અને વિકીની એસેસરીઝ પણ સબ્યસાચીએ તૈયાર કરી છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ લગ્નના ચાર દિવસ પછી મુંબઈ પાછા ફર્યા છે.SSS