કેટરિનાએ વિકી સાથે લગ્નની વાતનો ઇનકાર કરી દીધો

મુંબઇ, એક સમયે બોલીવુડની ટોચની અભિનેત્રી રહી ચૂકેલી કેટરિના કૈ અને વિકી કૌશલનો પ્રેમ સંબંધ લાંબા સમયથી મીડિયામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, વિકી અને કેટરિના ડિસેમ્બર મહિનામાં લગ્ન કરશે. એક દિવસ પહેલાં જ કેટરિના અને વિકીને સેલિબ્રિટી મેનેજર રેશમા શેટ્ટીની ઓફિસ બહાર જાેવામાં આવ્યા હતા.
જે પછી બંનેના લગ્નની વાતો થવા લાગી હતી. હવે વિકી સાથે લગ્નની વાતને લઇને કેટરિના કૈફે પોતાની પ્રતિક્રિયા આપી છે. બોલીવુડ લાઇફની એક રિપોર્ટ મુજબ, કેટરિના કૈફે વિકી કૌશલ સાથે લગ્નના સમાચારને ખોટા ગણાવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે કેટરિનાને વિકી સાથે લગ્નને લઇને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, આ સવાલ એને છેલ્લા ૧૫ વર્ષથી પૂછવામાં આવી રહ્યો છે.
અહેવાલ મુજબ કેટરિનાએ વિકી સાથે લગ્નની વાતથી ઇનકાર કરી દીધો છે. થોડા સમય પહેલા કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કેટરિના-વિકી બંને લગ્નની તૈયારી કરી રહ્યા છે અને લગ્ન માટે કેટરિનાનો લહેંગા ફેમસ ડિઝાઇનર સબ્યસાચી ડિઝાઇન કરી રહ્યા છે.
એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્ન રાજસ્થાનમાં થશે. બંને કલાકારોની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં વિકી કૌશલની સરદાર ઉદ્યમ રિલીઝ થઇ છે, જેની ચોતરફ પ્રશંસા થઇ રહી છે. કેટરિનાની ફિલ્મની વાત કરીએ તો એ ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ સૂર્યવંશીમાં જાેવા મળશે.SSS