કેટરિનાએ શેર કરેલા ફોટોમાં નવા ઘરની ઝલક જોવા મળી
મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલ તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. કેટરિના અને વિકીના લગ્ન થયા તે પહેલા જ તેમના નવા ઘરની ચર્ચા શરુ થઈ ગઈ હતી. કેટરિના અને વિકી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પાડોશી બન્યા છે. તેમણે મુંબઈના દરિયાના શાનદાર વ્યુ વાળા ઘરમાં રહેવાનું પસંદ કર્યું છે.
લગ્ન પછી ઘરમાં પૂજા કરવામાં આવી હતી અને પછી તેઓ અહીંયા શિફ્ટ થઈ ગયા હતા. કેટરિનાએ પોતાની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં નવા ઘરની ઝલક જાેવા મળી રહી છે. કેટરિનાએ પોતાની તસવીરો શેર કરીને કોઈ કેપ્શન તો નથી લખ્યું પણ ઘર તેમજ ગ્રીન હાર્ટની ઈમોજી મૂકી છે.
આ સિવાય તેણે લોકેશનમાં હોમ સ્વીટ હોમ લખ્યું છે. આ તસવીરો જાેઈને લાગી રહ્યું છે કે કેટરિના પોતાના નવા ઘરમાં ખુશ છે અને જીવનને એન્જાેય કરી રહી છે. કેટરિનાની આ તસવીરોમાં નવા ઘરનું સુશોભન અને ઈન્ટિરિયર પણ દેખાઈ રહ્યું છે.
કેટરિના વિકીએ પોતાના નવા ઘરનું અત્યંત ક્લાસિક સુશોભન કર્યું છે. ફોટોસમાં જાેઈ શકાય છે કે કેટરિનાએ સ્વેટર પહેર્યું છે. આમ તો મુંબઈમાં ભાગ્યે જ એવી ઠંડી પડતી હોય છે કે સ્વેટર પહેરવાની જરૂર પડે. પરંતુ કેટરિના-વિકીનું નવું ઘર દરિયાકિનારે જ છે, માટે શક્ય છે કે અહીં ઠંડી હવા વધારે આવતી હોય.
તસવીરોમાં શેલ્ફ પર મૂકવામાં આવેલા સુશોભનના સાધનો, ફર્નિઝર અને સીલિંગ પણ જાેઈ શકાય છે. આ તસવીરમાં લોકોનું સૌથી વધારે ધ્યાન મંગળસૂત્રએ ખેંચ્યું છે. કેટરિના કૈફે મંગળસૂત્ર પહેરી રાખ્યું છે, જે લોકોને પસંદ આવી રહ્યું છે. આ મંગળસૂત્રની ડિઝાઈન ઘણી સુંદર છે.
ઉલ્લેખનીય છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલ મુંબઈના જૂહુ વિસ્તારમાં આવેલા રાજ મહલ અપાર્ટમેન્ટમાં રહે છે. આ ઘર તેમણે ભાડેથી લીધું છે અને પ્રાપ્ત જાણકારી અનુસાર ઘરનું ભાડું પણ ઘણું વધારે છે. આ ઘરનું ભાડું લાખોમાં હોવાની ખબર મળી રહી છે. વિક્કીએ આ ઘર પાંચ વર્ષ માટે લીધું છે, જેના માટે ૧.૭૫ કરોડ રુપિયા સિક્યોરિટી પણ આપવી પડી છે. આ એક સી-ફેસિંગ બિલ્ડિંગ છે, જેમાં અનેક લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે.SSS