કેટરિનાની સગાઈની રિંગ ૭.૪૧ લાખ રૂપિયાની છે

મુંબઈ, વિકીકૌશલ અને કેટરીના કૈફ આખરે પતિ-પત્ની બની ગયા છે. ગુરુવારે બોલિવુડના આમોસ્ટ બ્યૂટિફૂલ કપલના રાજસ્થાનના મહેલમાં શાહી લગ્ન યોજાયા હતા. જ્યારથીતેઓ લગ્ન કરી રહ્યા હોવાની ખબર વહેતી થઈ હતી ત્યારથી ફેન્સ બંનેને વર-વધૂનાલૂકમાં જાેવા માગતા હતા અને બંનેએ લગ્ન બાદ તરત જ તસવીરો શેર કરીને તેમનેખુશ કરી દીધા હતા.
લગ્ન માટે કેટરિના કૈફે લાલ કલરના આઉટફિટ પર પસંદગીઉતારી હતી જ્યારે વિકી કૌશલ શેરવાનીમાં હંમેશાની જેમ હેન્ડસમ લાગતો હતો.
વિકીકૌશલ અને કેટરીના કૈફની લગ્નની તસવીરોમાંથી કોઈ બાબતે ધ્યાન ખેંચ્યું હોયતો તે હતી એક્ટ્રેસની સગાઈની રિંગ. આ રિંગ ન્યૂયોર્કની જાણીતી બ્રાન્ડટિફનીની છે અને રિપોર્ટ પ્રમાણે તેની કિંમત ૭.૪૧ લાખ રૂપિયા છે.
સ્ટનિંગરિગમાં વચ્ચે ચોરસ આકારનો નિલમ છે અને તેના ફરતે ગોળ ડાયમંડની બે લાઈન છે.કેટરિનાની રિંગ પ્રિન્સેસ ડાયનાની આઈકોનિક સૅફાયર (નિલમ) રિંગને મળતી આવેછે. પ્રિન્સેસ ડાયનાના નિધન બાદ તેમની આ રોયલ રિંગ તેમની વહુ કેટ મિડલ્ટનનેઆપવામાં આવી હતી, જે ઘણા પ્રસંગોમાં તેના હાથમાં જાેવા મળે છે.
કેટરીનાકૈફના કલીરા પણ કસ્ટમાઈઝ કરેલા હતા, જેમાં ખાસ મેસેજ લખવામાં આવ્યો હતો.એક્ટ્રેસના કલીરામાં હાર્ટ શેપના લટકણ હતા તેમાં છથી સાત શાંતિદૂત હતા, જેના પર બાઈબલનો મેસેજ લખવામાં આવ્યો હતો. વિકીકૌશલ અને કેટરીના કૈફે ગુરુવારે જ લગ્નની તસવીરો શેર કરી હતી. જેમાંથી એકતસવીરમાં કેટરીના વિકીને વરમાળા પહેરાવતી જાેવા મળી.
બીજી તસવીર બંનેએકબીજાનો હાથ પકડીને હસી રહ્યા છે. ત્રીજી તસવીર ફેરા સમયની છે જ્યારે ચોથીતસવીરમાં તેઓ એકબીજાની આંખોમાં ડૂબેલા જાેવા મળી રહ્યા છે.
આ સાથે લખ્યુંછે ‘અમારા દિલમાં માત્ર પ્રેમ અને કૃતજ્ઞતા છે, જે અમને આ ક્ષણ સુધી લઈ આવીછે. આપ તમામનો પ્રેમ અને આશીર્વાદની કામના કરતાં અમે એક સાથે આ નવીજર્નીની શરૂઆત કરી રહ્યા છીએ’. જણાવી દઈએ કે, કેટરીના કૈફ અને વિકી કૌશલછેલ્લા બે વર્ષથી રિલેશનશિપમાં હતા.SSS