કેટરિના કૈફે અનોખા અંદાજમાં કરી પતિની મજાક
મુંબઇ, વિકી કૌશલ અને કેટરિના કૈફ બોલીવુડના સૌથી ફેમસ કપલ્સમાના એક છે. તેઓ અવારનવાર એકબીજા સાથેની પોતાની પ્રેમભરી તસવીરો શેર કરતા રહેતા હોય છે. જ્યારથી બંનેના લગ્ન થયા છે તેઓ એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરવાની અને સારસંભાળ રાખવાની તક છોડતા નથી. તાજેતરમાં જ કેટરિના કૈફે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિકી કૌશલની એક એડનો વિડીયો શેર કર્યો છે.
આ એડનો વિડીયો શેર કરીને કેટરિના કૈફે લખ્યું છે કે, હવે ફ્લેક્સિબિલીટી આવી ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં મહિલા દિવસ પર વિકી કૌશલે પોતાની માતા વીણા કૌશલ અને પોતાની પત્ની કેટરિના કૈફની એક દિલને સ્પર્શી જતી તસવીર શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા.
તસવીર શેર કરતા તેણે લખ્યું હતું કે, મારી શક્તિ, મારી દુનિયા. કેટરિના કૈફ અને વિકી કૌશલ ગઈ ૯ ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. રાજસ્થાનમાં યોજાયેલા આ લગ્નમાં નજીકના દોસ્તો અને પરિવારના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો વિકી હાલ પોતાના આગામી પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે.
વિકી કૌશલે સારા અલી ખાન સાથે લક્ષ્મણ ઉટેકરની આગામી ફિલ્મનું શૂટિંગ કર્યુ છે. વિકી કૌશલ પાસે ગૌવિંદા મેરા નામ અને સેમ બહાદુર પણ છે. બીજી બાજુ કૈટરિના કૈફે વિજય સેતુપતિની સાથે મેરી ક્રિસમસની શૂટિંગ શરૂ કરી દીધી છે. આમ તો કૈટરિના કૈફે તાજેતરમાં જ સલમાન ખાન સાથે ટાઈગર-૩નું શૂટીંગ કર્યુ છે. તે સલમાન ખાન સાથે ટાઈગર-૩માં લીડ રોલમાં જાેવા મળશે.
તાજેતરમાં જ સલમાન ખાન અને કેટરિના કૈફ ટાઈગર-૩નું શૂટિંગ દિલ્હીમાં પૂરી કરીને પરત ફર્યા હતા. તાજેતરમાં ફેશન ડિઝાઈનર પંકજ જી જાેહરે કેટરિના કૈફની સાથે ઈવેન્ટમાંથી એક તસવીર શેર કરી હતી.
જેમાં કેટરીના કૈફ ગોલ્ડન એમ્બ્રોડરી વર્કવાલા ટ્રેડિશનલ અટાયરમાં નજરે પડી હગતી. હાથોમાં બંગડી, કાનોમાં મેચિંગ ઈયરિંગ, સ્ટ્રેટ મિડલ પાર્ટેડ હેરસ્ટાઈલ અને મિનિમલ મેકઅપ સાથે કેટરિના કૈફ નજરે પડી હતી. તે કેમેરા સામે જાેતા ડિઝાઈનર લૂક સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી.SSS