Western Times News

Gujarati News

કેટરિના કૈફે વેલેન્ટાઈન્સ ડે પર પતિ માટે લખી રોમેન્ટિક નોટ

મુંબઈ, પ્રેમીપંખીડા દર વર્ષે આતુરતાથી વેલેન્ટાઈન્સ ડેની રાહ જાેતાં હોય છે. આજે એટલે કે ૧૪ ફેબ્રુઆરીએ દુનિયાભરમાં વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી થઈ રહી છે. બોલિવુડ સેલેબ્સ પણ પોતપોતાના પાર્ટનર્સ સાથે વેલેન્ટાઈન્સ ડેની સુંદર પોસ્ટ શેર કરી રહ્યા છે.

બોલિવુડ એક્ટર્સ વિકી કૌશલ અને કેટરિના કૈફનો પતિ-પત્ની તરીકે આ પહેલો વેલેન્ટાઈન્સ ડે છે. ત્યારે કેટરિના કૈફે પતિ સાથેની સુંદર તસવીરો શેર કરી છે. તસવીરોમાં વિકી અને કેટરિના એકબીજાને આલિંગન આપતાં દેખાઈ રહ્યા છે.

એક ફોટોમાં વિકી પ્રેમથી પત્નીના કપાળ પર ચુંબન કરતો જાેવા મળે છે. કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર પતિ વિકી સાથેની આ તસવીરો શેર કરતાં લખ્યું, આ વર્ષે આપણે ભલે રોમેન્ટિક ડિનર માટે નથી જઈ શક્યા પરંતુ તું મુશ્કેલ ક્ષણોને પણ સારી બનાવે છે અને આ જ અગત્યનું છે?? તસવીરોમાં વિકી વ્હાઈટ રંગના સ્વેટર અને પેન્ટમાં જ્યારે કેટરિના કૈફ બ્લેક રંગના જેકેટ અને ડેનિમમાં જાેવા મળી રહી છે.

વિકી અને કેટરિનાની વેલેન્ટાઈન્સ ડેની તસવીરો પર ફેન્સની સાથે સેલેબ્સ પણ પ્રેમ વરસાવી રહ્યા છે. એક્ટ્રેસ નિમ્રત કૌર, અનન્યા પાંડે, વાણી કપૂર, યાસ્મિન કરાંચીવાલા વગેરેએ હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, લગ્ન બાદ તરત જ વિકીએ સારા અલી ખાન સાથેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. વિકી ઈન્દોરમાં શૂટિંગ કરતો હતો ત્યારે કેટરિના તેને મળવા ત્યાં પહોંચી હતી.

હાલમાં જ વિકી અને કેટરિના મુંબઈ પરત ફર્યા છે. ગત રાત્રે તેઓ એરપોર્ટ પર હાથમાં હાથ પરોવીને આવતાં જાેવા મળ્યા હતા. બંને ડેનિમ આઉટફિટમાં એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. વિકી કૌશલ અને કેટરિના કૈફે ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા.

કપલના શાહી લગ્નમાં માત્ર અંગત મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરિના કૈફ હવે ‘ટાઈગર ૩’, ‘મેરી ક્રિસમસ’, ‘ફોન ભૂત’ જેવી ફિલ્મોમાં જાેવા મળશે. વિકી કૌશલ સેમ માણેક શોની બાયોપિક ‘સેમ બહાદુર’, સારા અલી ખાન સાથેની અનટાઈટલ્ડ ફિલ્મ, ‘ગોવિંદા નામ મેરા’માં જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.