કેટરિના ટૂંકમાં જ લગ્ન કરે એવી અફવાએ જાેર પકડ્યું
મુંબઈ: બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરીના કૈફે એક દિવસ પહેલા ૧૬ જૂન, ૨૦૨૧ના રોજ પોતાના ૩૮મા જન્મદિવસની ઉજવણી કરી. કેટરિના પોતાની ફિલ્મોની સાથે સાથે વિકી કૌશલ સાથેના અફેરને કારણે ચર્ચામાં રહે છે. કેટરિના અને વિકી અવારનવાર સાથે જાેવા મળ્યા છે. જાે કે કેટરિના અને વિકીએ હજી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું અથવા કંઈ કન્ફર્મ નથી કર્યું. પરંતુ લાગી રહ્યું છે કે કેટરિના અને વિકીની નજીકના લોકો તેમને ટુંક સમયમાં સાથે જાેવા માંગે છે.
કેટરિનાના જન્મદિવસ પર કૉસ્ટ્યુમ ડિઝાઈનર અને સલમાન ખાનના સ્ટાઈલિસ્ટ એશ્લી રિબેલોએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં કેટરિનાની એક જૂની તસવીર શેર કરવામાં આવી છે, જેમાં તે વેડિંગ ગાઉનમાં દેખાઈ રહી છે. આ તસવીર સલમાન ખાન સાથેની તેની ફિલ્મ ભારતની છે. આ તસવીર શેર કરીને એશ્લીએ લખ્યું છે કે, હેપ્પી બર્થડે કેટરિના કૈફ, કાશ કે આ ટુંક સમયમાં વાસ્તવિકતા બની જાય.
એશ્લીની આ પોસ્ટ પછી લોકો અંદાજાે લગાવી રહ્યા છે કે ટુંક સમયમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્ન કરી શકે છે. થોડા સમય પહેલા જ વિકી કૌશલને કેટરિનાના ઘરેથી બહાર નીકળતો જાેવામાં આવ્યો હતો. એશ્લી પહેલા હર્ષવર્ધન કપૂરે પણ વિકી અને કેટરિનાના રિલેશનશિપ પર મહોર લગાવી હતી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરિના હવે રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે જાેવા મળશે. આ સિવાય તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ ફોન ભૂતમાં પણ જાેવા મળશે. અત્યારે કેટરિના કૈફ સલમાન ખાન સાથે ફિલ્મ ટાઈગર ૩નું શૂટિંગ કરી રહી છે.