કેટરિના-વિકી હનીમૂન માટે માલદીવ જાય તેવી શક્યતા
મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડના એવા કપલ છે, જેમના લગ્ન માટે ફેન્સ ઘણા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન પહેલાની તમામ વિધિઓ થઈ રહી છે.
હાલમાં જ બંનેના હનીમૂનને લઈને એવા સમાચાર આવ્યા હતા કે, આ બંને અત્યારે હનીમૂન પર નહીં જાય, પરંતુ હવે તેમના હનીમૂનને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. આજે ૭ ફેરા લઈને મિસ કેટરિના કૈફ જલ્દી જ મિસિસ વિકી કૌશલ બનશે.
લગ્ન બાદ બંને પોતાનું હનીમૂન સ્પેશિયલ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. પિંકવિલાના એક સમાચાર અનુસાર, બંને લગ્ન પછી હનીમૂન પર જશે. શાહી લગ્ન પછી, વિકી અને કેટરીના બંને તેમના હનીમૂન માટે માલદીવ જશે. રિપોર્ટ અનુસાર લગ્ન બાદ કપલ થોડા સમય માટે કામથી દૂર વેકેશન એન્જાેય કરશે. બંનેએ સાથે મળીને તેમનું હનીમૂન ડેસ્ટિનેશન પસંદ કર્યું છે.
હનીમૂન પર જતાં પહેલાં, બંને મુંબઈમાં હોટેલ તાજ લેન્ડ્સ એન્ડમાં ઉદ્યોગના મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. જાે કે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે, રિસેપ્શનમાં ઇન્ડસ્ટ્રીના તે બધા લોકો સામેલ થશે, જેમને વિકી અને કેટરીના લગ્નમાં આમંત્રણ આપી શક્યા નથી.
વિકી અને કેટરીનાના લગ્નમાં માત્ર ૧૨૦ લોકો જ આવવાના છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ બંને તેમના આગામી પ્રોજેક્ટમાં ખૂબ જ વ્યસ્ત છે. આ પછી પણ નવવિવાહિત કપલ કામમાંથી થોડો સમય રજા લઈને માલદીવ જશે.
આ સિવાય કેટરીના કૈફની માતાએ વિકી કૌશલના માતા-પિતાને લંડન આવવાનું આમંત્રણ આપ્યું છે. વિકીના માતા-પિતા જાન્યુઆરી મહિનામાં લંડન જઈ શકે છે. કેટરિના કૈફ અને વિકી કૌશલની વાત કરીએ તો બંનેની ઉંમરમાં પાંચ વર્ષનો તફાવત છે. વળી, કેટરિનાની નેટવર્થ વિકીની નેટવર્થ કરતાં વધુ છે.SSS