Western Times News

Gujarati News

કેટરીના કૈફને બર્થ ડે પર ‘બાૅયફ્રેન્ડ’ વિકી કૌશલે આ રીતે કર્યું વિશ

મુંબઈ: કેટરીના કૈફ બોલિવૂડમાં સૌથી ફેવરેટ એક્ટ્રેસ પૈકીની એક છે. ૧૬ જુલાઈના રોજ તે પોતાનો ૩૭મો જન્મદિવસ બહેન ઈસાબેલ કૈફ સાથે સેલિબ્રેટ કરી રહી છે. કેટરીનાને બર્થ-ડે પર આલિયા ભટ્‌ટ, અનુષ્કા શર્મા, વરુણ ધવન, સોનમ કપૂર આહુજા, અલી અબ્બાસ ઝફર સહિત તમામ સેલેબ્સએ સોશિયલ મીડિયા દ્વારા વિશ કર્યું. બીજી તરફ કેટરીના કથિત બાૅયફ્રેન્ડ વિકી કૌશલ પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

વિકી કૌશલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર કેટરીના કૈફની તસવીર શેર કરી છે. આમાં એક્ટ્રેસ મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે. તસવીરની સાથે એક્ટરે લખ્યું, ‘હૈપ્પી બર્થ ડે કેટરીના કૈફ’ જણાવી દઈએ કે, વિકી કૌશલના જન્મદિવસ પર કેટરીનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં તેની ફિલ્મ ‘ઉરી ઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’નો એક સ્નિપેટ પોસ્ટ કર્યો હતો. સાથે જ તેણે લખ્યું હતું, ‘જાેશ હંમેશાં હાઈ રહે.’ કેટરીનાએ સ્ટોરીની સાથે કેક સ્ટિકર બનાવીને વિકીને ટેગ કર્યો હતો. આના માટે વિકીએ કેટરીનાનો આભાર માન્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના ડિરેક્ટર રોહિત શેટ્‌ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં અક્ષય કુમાર સાથે જાેવા મળશે. આ ફિલ્મ ૨૪ માર્ચના રોજ રિલીઝ થવાની હતી પણ કોરોના વાયરસના કારણે પોસ્ટપોન કરી દેવાઈ. હવે જણાવવામાં આવી રહ્યું છે કે, તે દિવાળી પર રિલીઝ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.