કેટરીના કૈફે પગે પડીને અક્ષય કુમારની માગી માફી
મુંબઈ, ધ કપિલ શર્મા શોના રવિવારના એપિસોડમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ સૂર્યવંશીને પ્રમોટ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ ખૂબ મસ્તી કરી હતી અને એકબીજા સાથે જાેડાયેલા રસપ્રદ કિસ્સા પણ શેર કર્યા હતા. આ દરમિયાન એવુ કંઈક થયું હતું કે, કેટરીના અક્ષયના પગમાં પડી ગઈ હતી.
ધ કપિલ શર્મા શોમાં સૌથી પહેલા અક્ષય કુમારની એન્ટ્રી થઈ હતી અને બાદમાં કેટરીના કૈફની. કેટરીનાએ અક્ષય સિવાય બાકીના બધાને ‘હાય-હલ્લો’ કર્યુ હતું, જેનાથી એક્ટર નારાજ થઈ ગયો હતો અને બધાની સામે આ વાત ઉઠાવી હતી.
અક્ષયે કહ્યું હતું કે તમે લોકોએ એક વાત નોટિસ કરી? જેવી આવી, તેણે બધાને હેલ્લો કર્યું. અર્ચના પૂરણ સિંહને નમસ્તે કહ્યું. કપિલ શર્માને મળી. મને જ ન મળી. આ જુઓ, આ છે સીનિયર્સની રિસ્પેક્ટ. અક્ષયની વાત સાંભળીને કેટરીનાએ પણ તેનાથી ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું અને કહ્યું હતું નહીં, નહીં સાચી વાત છે’.
આટલું કહીને તે અક્ષયના પગમાં પડી ગઈ હતી. કપિલ શર્માના શોમાં કેટરીના કૈફ બ્લૂ કલરનું આઉટફિટ પહેરીને પહોંચી હતી. એન્ટ્રી બાદ તેણે કપિલને કહ્યું હતું કે ‘માત્ર તારા માટે ખાસ બ્લૂ કલરનો ડ્રેસ પહેરીને આવી છું અને અક્ષય ઘરનો પાયજામા સેટ પહેરીને આવ્યો છે’.
અક્ષય કે જે પિંક હૂડી અને જાેગર્સ સેટ પહેરીને આવ્યો હતો તેણે જવાબમાં કહ્યું હતું કે ‘કારણ કે આ મારું ઘર છે’. તો કપિલે પણ અક્ષય દરેક અઠવાડિયે તેની ફિલ્મ પ્રમોટ કરવા આવતો હોવાની વાતની મજાક ઉડાવી હતી. કપિલના શોમાં અક્ષય અને કેટરીનાએ સૂર્યવંશી સાથે જાેડાયેલો એક કિસ્સો સંભળાવ્યો હતો.
અક્ષયે જણાવ્યું હતું કે, એક સીનમાં કેટરીનાએ સાચેમાં તેને થપ્પડ મારી દીધી હતી. સૂર્યવંશી ૫મી નવેમ્બરે રિલીઝ થઈ છે. રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણ પણ છે. ઓપનિંગ ડે પર જ ફિલ્મે રેકોર્ડ બનાવી લીધો હતો. તે દિવસે ફિલ્મે ૨૬.૨૯ કરોડની કમાણી કરી હતી.SSS